વૈદિક જ્યોતિષની શાખા સામુદ્રિક શાસ્ત્રમાં શરીરના વિભિન્ન અંગો પર તલ તેમજ અન્ય ચિન્હ જોઈ જાતકોના ભૂત, ભવિષ્ય અને વર્તમાન અંગે ઘણી બધી વાતો જણાવવામાં આવી છે. આ વિજ્ઞાન અનુસાર કોઈ પણ સ્ત્રી-પુરુષના શરીરના કોઈ અંગ પર તલ અથવા કોઈ અન્ય પ્રકારના ચિન્હોનો અભ્યાસ કરી ભાગ્યનો અંદાજ લગાવી શકાય છે. આઓ આ ક્રમમાં જાણીએ ફછે શરીરના કયા અંગ પર તલ હોવાથી વ્યક્તિ કરોડપતિ બને છે.
શરીરના આ સ્થાન પર તલ હોવું વ્યક્તિને બનાવે છે કરોડપતિ
-પુરુષની છાતી પર તલ હોવું તેને ભાગ્યશાળી બનાવે છે. આવી વ્યક્તિ પોતાના જીવન સાથી સાથે સુખી જીવન જીવે છે.
1. સ્ત્રીના ડાબા ગાલ પર તલ તેના માટે શુભ માનવામાં આવે છે. આવા લોકો લવ મેરેજ કરે છે. તેની સાથે જ તમને જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મળે છે.
2. પુરુષના જમણા ગાલ પર તલ હોવું શુભ માનવામાં આવે છે. આવા લોકો લવ મેરેજ પણ કરે છે. આ સાથે તેઓ જીવનમાં દરેક પ્રકારની ખુશીઓ મેળવે છે.
3. સ્ત્રી કે પુરુષની ગરદન પર તલ હોવું તેને ખર્ચાળ બનાવે છે. આવા લોકો બિનજરૂરી ખર્ચ કરે છે. જો કે તેઓ ઘણા પૈસા પણ કમાય છે. આ પ્રકારના લોકો બીજા વિશે વધુ વિચારે છે.
4. પુરુષની છાતી પર તલ હોવું તેને ભાગ્યશાળી બનાવે છે. આવી વ્યક્તિ પોતાના જીવન સાથી સાથે સુખી જીવન જીવે છે.
5. જો કોઈ મહિલાની છાતી પર તલ હોય તો તે પણ ભાગ્યશાળી હોય છે.
6. જો કોઈ મહિલાની કમર અથવા હિપ્સ પર તલ હોય તો આવી મહિલાઓ ઘણીવાર ડિપ્રેશનનો ભોગ બને છે. તેમને તેમના ઘર અને સાસરિયાંમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
7. જો કોઈ મહિલાની ડાબી જાંઘ પર તલ હોય તો તે રાણીની જેમ રહે છે. જમણી જાંઘ હોય તો આવી સ્ત્રીને પતિ તરફથી વિશેષ પ્રેમ મળે છે. તેમનું લગ્નજીવન પણ ઘણું સારું છે.
8. જો કોઈ સ્ત્રી અથવા પુરુષના કપાળની મધ્યમાં તલ હોય તો આવી વ્યક્તિ રાજાની જેમ રહે છે. આવા લોકો હંમેશા કરોડપતિ બને છે. તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમને સન્માન અને સફળતા મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)