fbpx
Saturday, October 26, 2024

જમવા બેસતી વખતે થાળીમાં ત્રણ રોટલી કેમ ન પીરસવી જોઈએ? જાણો કારણ

તમે ઘણી વાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે, થાળીમાં 3 રોટલી ના મુકવી જોઈએ, 3 સફરજન ના લેશો અથવા પ્રસાદમાં 3 ફળ અર્પણ ના કરો. 3 વસ્તુ રાખવાની શા માટે ના પાડવામાં આવે છે.

આ બાબત પાછળ કોઈ લોજિક રહેલું છે કે માત્ર અંધવિશ્વાસ છે? અહીંયા અમે તમને આ સવાલનો જવાબ આપી રહ્યા છીએ.

શા માટે 3 રોટલી પીરસવામાં આવતી નથી?
કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તેના તેરમાં પર મૃતક માટે ભોગ કાઢવામાં આવે છે, ત્યારે તે થાળીમાં 1 અથવા 3 રોટલી મુકવામાં આવે છે. આ કારણોસર થાળીમાં 3 રોટલી રાખવાને અશુભ માનવામાં આવે છે. જેનો અર્થ છે કે, તે વ્યક્તિનું ટૂંક સમયમાં મૃત્યુ થઈ જશે.

આ નંબર અશુભ શા માટે માનવામાં આવે છે?
સનાતન ધર્મમાં નંબર 3 ને અશુભ અંક માનવામાં આવે છે. આ કારણોસર ખાવા પીવાની બાબતે 3 વસ્તુ આપવામાં આવતી નથી અને લેવામાં પણ નથી આવતી. ભગવાનને પણ પૂજા અથવા પ્રસાદમાં 3ની સંખ્યામાં કંઈ ચઢાવવામાં આવતું નથી.

આ બાબતે સાયન્સ શું કહે છે?
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો એક સ્વસ્થ વ્યક્તિ માટે ભોજનમાં 2 રોટલી, એક વાટકી દાળ અને શાકભાજી પૂરતું છે. જો વ્યક્તિ ત્રીજી પણ ખાવાનું શરૂ કરી દે તો તેનાતી મેદસ્વીતા વધવા લાગે છે અને શરીર બિમારીઓનું ઘર બની જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles