fbpx
Monday, December 23, 2024

ઉનાળામાં આ ઘરેલું ઉપાય અજમાવો, તમારો ચહેરો ચમકી જશે

લોકો ઉનાળામાં પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે ઘણી રીતો અજમાવે છે, પરંતુ એક સમયે તેમને પરસેવો આવવા લાગે છે. આ પરસેવો રોમ છિદ્રોમાં જમા થયેલી ગંદકી સાથે ભળી જાય છે અને ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ કહે છે કે ઉનાળામાં આપણે આપણી ત્વચાને બને તેટલી ઠંડી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનોમાં અસર તો કરે છે,પરંતુ તેમાં રસાયણો પણ હોઈ શકે છે જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.

ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપચાર અજમાવવાનું શ્રેષ્ઠ છે.અહીં અમે તમને તે સરળ ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા ચહેરા પર તુરંત ઠંડક મેળવી શકાય છે.

કાકડી ફેસ પેક

પાણીથી ભરપૂર કાકડીમાં કૂલિંગ એજન્ટ પણ હોય છે જે ઉનાળામાં ત્વચાને ઠંડી રાખવાનું કામ કરે છે. એક ચમચી કાકડીનો રસ, બે ચમચી બટાકાનો રસ અને 1 વિટામિન E કેપ્સ્યુલ મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેકને લગભગ 10 મિનિટ સુકાવા દો. ચહેરાને સાફ કરવા માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.સામાન્ય પાણીનો પણ ઉપયોગ કરી શકો છો.

તરબૂચ ફેસ પેક

ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન ગણાતું તરબૂચ ચહેરાને પણ ઠંડક આપે છે. તરબૂચને સારી રીતે મેશ કરો અને પછી તેને ત્વચા પર લગાવો. તે સૂકાય ત્યાં સુધી રાહ જુઓ અને પછી ચહેરા પર બરફના ટુકડા ઘસો. અઠવાડિયામાં બે વાર આ ટીપ્સ અનુસરો.

ચંદન પણ એક સારો વિકલ્પ છે

પ્રાચીન કાળથી, ચંદનને ત્વચાને ઠંડક આપવા માટે અસરકારક માનવામાં આવે છે. તીવ્ર ગરમી અથવા હીટવેવ વચ્ચે ત્વચાને ઠંડુ રાખવા માટે તમે ચંદનનો ફેસ પેક બનાવી શકો છો. એક બાઉલમાં એક ચમચી ચંદન પાવડર લો અને તેમાં થોડું ગુલાબજળ ઉમેરો. તેને ત્વચા પર લગાવો અને સુકાઈ ગયા પછી તેને કોટનથી સાફ કરો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે અમે પણ સંમત જ છે તેમ માનવું નહી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles