આજથી 3 દિવસ પછી મેષ રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધ દેવ અસ્તના થવાના છે. જ્યારે કોઈ ગ્રહ સૂર્યની વધુ નજીક આવે છે ત્યારે તે ગ્રહ અસ્ત થઈ જાય છે. તેઓ પોતાનું બળ ગુમાવી દે છે. 23 એપ્રિલે રાતે બુધ દેવ અસ્ત થશે. તેમના ગોચરમાં આ પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ ફાયદો થશે, તો જાણીએ કે કઈ-કઈ રાશિને ફાયદો થશે.
મેષ રાશિ
બુધના અસ્ત થવાથી તમને કામ કરવાની પ્રેરણા મળશે અને તમને તમારા કામમાં સફળતા મળશે. નોકરીમાં તમને સકારાત્મક અસર જોવા મળશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને પણ શુભ પરિણામ મળશે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે બુધ ગ્રહની સ્થિતિ શુભ રહેશે. તમને દરેક કાર્યોમાં સફળતા મળશે. નવા કાર્યની સફળતા માટે સમય યોગ્ય છે. વેપારમાં લાભ માટે તમે નવી યોજના બનાવી શકો છો, તેનાથી તમને ફાયદો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિના આઠમા ભાવમાં બુધ અસ્ત થવાના છે. કન્યા રાશિના જાતકો માટે બુધ ગ્રહની સ્થિતિ શુભ રહેશે. તેનાથી તમારું સન્માન વધશે. સટ્ટા બજાર, શેરબજાર અને શેરબજાર સાથે સંકળાયેલા લોકો માટે લાભની શક્યતાઓ છે. જો કે, તમારે સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)