વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના તમામ રૂમનું અલગ અલગ મહત્ત્વ છે. જો તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો જીવન પર ખૂબ જ ખરાબ અસર થાય છે અને અલગ અલગ મુશ્કેલીઓ આવે છે. આજે અમે તમને બેડરૂમ સાથે સંબંધિત વાસ્તુદોષ વિશે જણાવી રહ્યા છીએ.
જો આ વાસ્તુદોષ દૂર કરવામાં આવે તો તમે અનેક મુશ્કેલીઓથી બચી શકો છો.
બેડરૂમમાં ના રાખો આ વસ્તુ
જો તમારા રૂમમાં ફ્રિજ, ઈન્વર્ટર અથવા ગેસ સિલિન્ડર છે, તો તે તાત્કાલિક હટાવી દેવી જોઈએ. વાસ્તુ અનુસાર આ પ્રકારની વસ્તુઓને કારણે ઊંઘ ખરાબ થાય છે. જો તમને પણ ઊંઘ ના આવવાની સમસ્યા છે, તો તેના કારણે તમને માનસિક તણાવની સમસ્યા થઈ શકે છે.
આ બાબતોને કારણે થઈ શકે છે નુકસાન
વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારો બેડરૂમ ઉત્તર-પૂર્વ દિશા તરફ ના હોવો જોઈએ. માનવામાં આવે છે કે, આ દિશામાં બેડરૂમ હોય તો દાંપત્ય જીવનમાં ખટરાગ થાય છે. પતિ અને પત્ની ક્યારેય પણ એક વાત પર સહમત થતા નથી.
આ બાબતને ક્યારેય પણ અવોઈડ ના કરશો
બેડરૂમ ખોલતા કે બંધ કરતા સમયે કોઈપણ પ્રકારનો અવાજ ના આવવો જોઈએ. આ પ્રકારે થાય તો દરવાજો ઠીક કરાવી લેવો જોઈએ. વાસ્તુ અનુસાર દરવાજાની જેમ પતિ અને પત્ની વચ્ચે કોઈપણ બાબતે ખટપટ થતી રહે છે.
બેડરૂમમાં ના રાખશો આ વસ્તુ
બેડરૂમમાં ધારદાર વસ્તુ અથવા કાંટાળો છોડ ના રાખવો જોઈએ. બેડરૂમનું એર કંડિશનર અથવા પંખો ખરાબ હોય અને તેમાંથી અવાજ આવતો હોય તો તેને રિપેર કરાવી લેવો જોઈએ. તેના કારણે પતિ અને પત્ની વચ્ચેનું અંતર વધી જાય છે.
બેડરૂમમાં આ જગ્યાએ પાણીની બોટલ ના રાખશો
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં ખોટી દિશાએ પાણીની બોટલ રાખવાથી મુશ્કેલીઓ આવી શકે છે. આ કારણોસર પાણીની બોટલ બેડના અગ્નિકોણમાં ના રાખશો. આ પ્રકારે કરવાથી આખી રાત ઊંઘ આવતી નથી.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)