fbpx
Sunday, October 27, 2024

આજના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે, નહીં ખૂટે ધનનો ભંડાર

હિંદુ ધર્મમાં અખાત્રીજના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને માતા લક્ષ્‍મી અને ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. એવું કરવાથી ભક્તની ઈચ્છા પૂર્ણ થાય છે અને સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.

અખાત્રીજ પર સોનું ખરવાનું પણ વિધાન છે. માન્યતા છે કે આ દિવસે સોનું ખરીદવાથી તમારા જીવનમાં પ્રસિદ્ધિ આવે છે.

આ ઉપાય આપશે શુભ ફળ
દરેક માટે સંભવ નથી હોતું કે તે સોનુ ખરીદી શકે. એવામાં ઘણા બીજા ઉપાય છે જેને કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

માનવામાં આવે છે કે અખાત્રીજના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આવો જાણીએ અખાત્રીજ પર કઈ કઈ વસ્તુઓ છે જેને દાન કરવી જોઈએ.

આજના દિવસે કરો આ વસ્તુઓનું દાન
કંકુનું દાન

એવી માન્યતા છે કે અખાત્રીજ પર કંકુનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જે વૈવાહિક જીવન જીવી રહ્યા છે. તેમણે ખાસ આનું દાન કરવું જોઈએ. માન્યતા છે કે તેનાથી તમારા અને તમારા પાર્ટનરની વચ્ચે નિકટતા વધે છે અને સંબંધ મજબૂત બને છે.

અનાજનું દાન
અખાત્રીજ પર કોઈ ભુખ્યા કે ગરીબ વ્યક્તિને અનાજ જરૂર દાન કરો. માનવામાં આવે છે કે દાન કરવું ખૂબ જ પુણ્યનું કામ છે. જેને કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

સોપારીનું દાન
હિંદુ ધર્મમાં પૂજા-પાઠ કરતી વખતે સોપારીનો ઉપયોગ કરવામાં આવે છે. માન્યતા છે કે અખાત્રીજ પર સોપારીનું દાન કરવું સુખ-સૌભાગ્યનું કારક બને છે. એવું કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં આવનાર કષ્ટ પણ દૂર થાય છે.

નારિયેળ
માનવામાં આવે છે કે નારિયેળનું દાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જો આ દાન અખાત્રીજ પર કરવામાં આવે તો તેનો લાભ વધારે થાય છે. આમ કરવાથી ભગવાન વિષ્ણુની ખાસ કૃપા બની રહે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles