ઘણા લોકોની સારી કમાણી થયા પછી પણ આર્થિક સ્થિતિ ખરાબ રહે છે. લોકોને મહિનાના અંત સુધીમાં લોકો પાસે ઉધાર લેવા પડે છે. જો તમારી સાથે પણ એવું થઇ રહ્યું છે તો જ્યોતિષીમાં જણાવેલ ઉપાયો કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ અંગે જણાવવામાં આવ્યું છે જેને ઘરમાં રાખવાથી સમસ્યાઓ દૂર થાય છે. આ ચુંબકની જેમ પૈસાને આકર્ષિત કરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તમારે ઘરમાં ચાંદી, પિત્તળ અને કાંસાનો કાચબો રાખવો જોઈએ. આમ કરવાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થશે. તમારે તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઈએ.
ગોમતી નદીમાં ચક્રોના રૂપમાં જોવા મળતા આ ચક્રોને ગોમતી ચક્ર કહેવામાં આવે છે. આ એક પ્રકારનો પથ્થર છે જે નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તમારે 11 ગોમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવા જોઈએ. આમ કરવાથી પૈસાની સમસ્યા દૂર થાય છે.
શ્રીફળ અથવા નાનું નાળિયેર આર્થિક લાભ માટે ખૂબ સારું છે. તેને ઘરમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે. તે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને અન્નનો ભંડાર ભરે છે.
ઘરમાં ક્રિસ્ટલ પિરામિડ રાખવાથી પણ પૈસાની સમસ્યામાંથી છુટકારો મળે છે. તે પરિવારની આવક વધારવામાં મદદ કરે છે. તમારે પિરામિડને એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તમારો મોટાભાગનો સમય પસાર થતો હોય.
પૈસાની સમસ્યાથી છુટકારો મેળવવા કમળના ફૂલથી બનેલી માળા એક ડબ્બામાં રાખવી જોઈએ. આ માળાથી તમારા ઇસ્ટના નામનો જાપ કરો.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)