હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી પૂજા પાઠ વખતે ફૂલોનો ઉપયોગ કરવામાં આવતો રહ્યો છે. હિંદૂ ધર્મનું પૂજા પાઠમાં વધારે મહત્વ પણ છે. માનવામાં આવે છે કે જે ઘરોમાં ફૂલ લાગેલા હોય છે ત્યાં વાતાવરણ શુદ્ધ અને શાંતિ વાળુ બનેલું હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં કદંબના ફૂલો સાથે જોડાયેલા અમુક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે તમારી મુશ્કેલીઓને દૂર કરી શકે છે. જ્યોતિષ અનુસાર કદંબના ફૂલના આ ઉપાય જો મુશ્કેલીઓ ખત્મ કરવાના સંકલ્પ સાથે કરવામાં આવે તો તેનાથી ચોક્કસ લાભ થઆ છે.
શ્રીકૃષ્ણને પ્રિય છે કદંબનું ફૂલ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કદંબનું ફૂલ ખૂબ જ પ્રભાવશાળી છે. હિંદુ ધર્મમાં પણ માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણને કદમનું ફૂલ ખૂબ જ પ્રિય છે. પૌરાણિક હિંદુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણ કદંબના વૃક્ષ પર બેસીને જ વાસળી વગાડતા હતા.
ભગવાન કૃષ્ણની કૃપા મેળવવા માટે કદંબનું ફૂલ અર્પિત કરવું જોઈએ. માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન કૃષ્ણની કૃપા મળે છે સાથે જ ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે.
કુંડળીમાં ગુરૂની સ્થિતિ રહે છે અનુકુળ
ભગવાન વિષ્ણુને કદંબનું ફૂલ ચઢાવવાથી ગુરૂ ગ્રહ કુંડળીમાં અનુકૂળ થાય છે. ગુરૂની સ્થિતિ સુધરે છે અને નોકરી, શિક્ષા, વ્યાપાર વગેરેમાં ઉન્નતિ અને લાભ પ્રાપ્ત થાય છે.
ઘરમાં વધે છે સકારાત્મકતા
માન્યતા અનુસાર જો કદંબના ફૂલને ઘરના મુખ્ય દ્વાર પર તોરણના રૂપમાં લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને રાહુનો દુષ્પ્રભાવ ઓછો થાય છે.
માતા લક્ષ્મી અને ભગવાન નારાયણના મળશે આશીર્વાદ
જ્યોતિશ શાસ્ત્ર અનુસાર કદંબના ફૂલને પોતાના ઘરના મંદિર કે ધન સ્થાન પર રાખવાથી માતા લક્ષ્મી અને ભગવાન નારાયણનો આશીર્વાદ મળે છે. આર્થિક તંગી દૂર થાય છે. ઘરના ધનમાં વૃદ્ધિ થાય છે અને દેવુ દૂર થાય છે.
પતિ પત્નીના સંબંધમાં મધુરતા માટે
માન્યતા અનુસાર જો કદંબના ફૂલને પતિ પત્ની સાથે મળીને ભગવાન કૃષ્ણ અને રાધા રાણીને અર્પિત કરો તો તેનાથી તેના વૈવાહિક જીવનમાં મધુરતા અને પ્રેમ સંબંધોમાં મિઠાસ બની રહે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)