હિન્દુ ધર્મમાં અનેક લોકો ભગવાન શિવની આરાધના કરે છે. ભગવાન શિવની પૂજા કરવાથી તમામ દુખથી છુટકારો મળે છે. શાસ્ત્રોમાં ભગવાન શિવને જળ અર્પણ કરવાના નિયમ જણાવવામાં આવ્યા છે.
ભગવાન શિવ જળાભિષેક કરવાથી ભોળાનાથ પ્રસન્ન થાય છે અને ભક્તની તમામ મનોકામના પૂર્ણ થાય છે. જળાભિષેક કરવા દરમિયાન દિશાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. યોગ્ય દિશામાં ઉભા રહીને જળ ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. ખોટી દિશામાં ઉભા રહીને જળ અર્પણ કરવાથી ભગવાન શિવ નારાજ થઈ જાય છે.
કઈ દિશામાં ઉભા રહી જળ અર્પણ કરવું
- ભગવાન શિવને જળ અર્પણ કરતા સમયે ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં મુખ ના હોવું જોઈએ. કહેવામાં આવે છે કે, આ દિશામાં ભગવાન શિવની પીઠ, ખભો હોય છે. આ કારણોસર આ દિશા તરફ મુખ રાખીને જળ અર્પણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થતું નથી.
- ધર્મશાસ્ત્ર અનુસાર શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે દક્ષિણ દિશામાં ઊભા રહીને જળ અર્પણ કરવું જોઈએ, જેથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
- દક્ષિણ દિશા તરફ ઉભા રહીને જળ અર્પણ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, જળ ઉત્તર દિશા તરફથી શિવલિંગ પર પડે. આ પ્રકારે કરવાથી ભગવાન ભોળેનાથ પ્રસન્ન થાય છે.
- શિવલિંગ પર જળ અર્પણ કરતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, શિવલિંગ પર ધીમે ધીમે જળની નાની ધારા પડવી જોઈએ. ભગવાન શિવને નાની જળધારા અતિ પ્રિય હોય છે.
- શિવલિંગ પર જળ અર્પણ કર્યા પછી ભગવાન શિવની સંપૂર્ણ પરિક્રમા ના કરવી જોઈએ. જળ અર્પણ કર્યા પછી તે જળને પાર કરી જવું યોગ્ય નથી.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)