હિન્દુ ધર્મમાં રુદ્રાક્ષ શિવનું રૂપ હોવાનું માનવામાં આવે છે. જેથી રુદ્રાક્ષ શુભ ગણાય છે. તેને ધારણ કરવાથી ચમત્કારિક લાભ થતા હોવાનું કહેવાય છે. ખાસ કરીને 17 મુખી રુદ્રાક્ષનું ખૂબ જ મહત્વ ગણાય છે.
17 મુખી રુદ્રાક્ષ પર 17 રેખાઓ જોવા મળે છે. આ રેખા પ્રાકૃતિક હોય છે. શાસ્ત્રો અનુસાર, 17 મુખી રુદ્રાક્ષ ભગવાન વિશ્વકર્મા અને માતા દુર્ગાનું પ્રતિનિધિત્વ કરે છે.
17 મુખી રુદ્રાક્ષ પહેરવાનો ખુબજ મહિમા છે. આ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને ધન અને કીર્તિ પ્રાપ્ત થાય છે. તેના જીવનમાં સુખ શાંતિ આવે છે. આ રુદ્રાક્ષના કારણે તેનું જીવન બદલાઈ શકે છે. તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે.
શાસ્ત્રોમાં પણ 17 મુખી રુદ્રાક્ષના મહત્વનો ઉલ્લેખ છે. શાસ્ત્રો મુજબ, 17 મુખી રુદ્રાક્ષને રામ અને સીતાનું પ્રતીક માનવામાં આવે છે આ રુદ્રાક્ષ ધારણ કરનાર લોકો પોતાના જીવનસાથી સાથે ખૂબ સારા સંબંધ રાખી શકે છે. આ રુદ્રાક્ષ લોકોને સાંસારિક સુખ મેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ સાચો અને પ્રામાણિક બને છે. તેમજ તે વ્યક્તિથી દરેક પ્રકારના તણાવ દૂર રહે છે.
શનિદેવની કોપ દ્રષ્ટિમાં પણ આ રુદ્રાક્ષ રાહત આપી શકે છે. શાસ્ત્રો અનુસાર, 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિની કુંડળીમાં શનિદેવનો નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે.
17 મુખી રુદ્રાક્ષ ધારણ કરતી વખતે શું કરવું?
17 મુખી રુદ્રાક્ષના કારણે વ્યક્તિને જીવનમાં વિવિધ ક્ષેત્રે સફળતા મળે છે. સુખ અને સંપત્તિના ભંડારો ભરાય છે. તેના જીવનમાં સકારાત્મક બદલાવ આવે છે. આવી સ્થિતિમાં 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા કોઈ તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે.
શાસ્ત્રો મુજબ, આ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ તેની પૂજા કરો. રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને ગંગાજળ અથવા કાચા દૂધમાં પલાળી રાખો. ત્યારબાદ રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા રુદ્રાક્ષ મંત્ર ओम ह्रीं नमः નો 108 વખત જાપ કરવો જરૂરી છે. ત્યારબાદ તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો છો. શાસ્ત્રો મુજબ રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના જીવનમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)