આજે વૈશાખ માસની શુક્લ પક્ષની પાંચમ છે. આજના દિવસે ભક્તો ભક્તિભાવથી બજરંગબલીની પૂજા અને વ્રત કરે છે. માનવામાં આવે છે કે, હનુમાનજીની પૂજા કરવાથી તમામ દુખ અને સમસ્યા દૂર થાય છે. હનુમાન દાદાને સંકટ મોચક માનવામાં આવે છે.
બજરંગબલીની પૂજા કરતા સમયે તમામ નિયમોનું પાલન કરવામાં આવે તો જ પૂજા સફળ થાય છે. પહેલી વાર મંગળવારનું વ્રત કરી રહ્યા છો, તો તમે સતત 21 મંગળવાર સુધી વ્રત કરવાનો સંકલ્પ કરી શકો છો, જેથી તમામ મનોકામના પૂર્ણ થશે. સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ કપડા પહેરી લો. પૂજા સ્થળે સફાઈ કર્યા પછી હનુમાનજી, રામજી અને માતા સીતાની મૂર્તિ અથવા ફોટો મુકો. હવે વ્રત કરવાનો સંકલ્પ લો. સૌથી પહેલા દીવો, અગરબત્તી, ધૂપ કરો અને લાલ સિંદૂર અર્પણ કરો. લાલ કપડા, લાલ ફુલ અને લાલ ફળ ચઢાવો. સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠ કરો અને આરતી કરો.
ભગવાન હનુમાનને ગોળ અને ચણાનો ભોગ અર્પણ કરો. મંગળવારે પૂજા કરવાથી વ્રત કરવાથી સાહસ અને બળમાં વૃદ્ધિ થાય છે. જે જાતકોની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો છો, તે તમામ લોકોએ આજે હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી કોઈપણ બાબતે ભય રહેતો નથી અને નકારાત્મક અસર રહેતી નથી. મંગળ દોષ દૂર કરવા માટે જરૂરિયાતમંદ વ્યક્તિઓને લાલ રંગની વસ્તુઓનું દાન કરો. આ પ્રકારે કરવાથી જીવનમાં સુખ અને શાંતિ રહેશે. પરિવાર પર બજરંગબલીના આશીર્વાદ રહેશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)