fbpx
Saturday, October 26, 2024

સોપારીના આ 4 સરળ ઉપાય કરો, દરેક સમસ્યા દૂર થશે અને તમને સફળતા મળશે

એવું ઘણી વખત જોવા મળે છે કે સફળતા મેળવવા માટે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે, પરંતુ તે છતાં પણ ઈચ્છીત ફળ મળતું નથી. અહીં સુધી કે ખુબ જ મહેનત છતાં પણ નિરાશા જ હાથે લાગે છે. એવામાં વ્યક્તિ હતાશ થઇ જાય છે, અને એમની હિંમત તૂટી જાય છે. ખાસ કરીને નોકટી અથવા વેપારીક ક્ષેત્રોમાં આવનારી રૂકાવટ અને સફળતા મનુષ્યને પરેશાન કરી શકે છે.

વાસ્તુ શાસ્ત્રનું માનવું છે કે આ બધું વાસ્તુ દોષના કારણે થાય છે. એવામાં પૂજામાં ઉપયોગમાં લેવાતી એક નાની સોપારી, તમારી મદદ કરી શકે છે. ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ વિશેષજ્ઞ પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જણાવે છે, ઘરમાં ઉપયોગમાં લેવાતી સોપારીના સરળ ઉપાય અંગે.

1. ધન પ્રાપ્તિ માટે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ભગવાન ગણેશની પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારીને લાલ કપડામાં બાંધીને તમારા ધન સ્થાન પર રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે અને પૈસા અને અનાજનો ભંડાર ભરેલો રહે છે.

2. કાર્યમાં સફળતા માટે

જો તમે કોઈ ખાસ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને તે કામમાં સફળતા મેળવવા ઈચ્છો છો. તો ભગવાન ગણેશ સમક્ષ લાલ કપડામાં એક સોપારી અને એક લવિંગ રાખો અને “ઓમ ગં ગણપતયે નમઃ” મંત્રનો જાપ કરો અને તેને ફરીથી તમારી સાથે લઈ જાઓ. માન્યતા અનુસાર, આ કરવાથી કાર્યમાં કોઈ અવરોધ નહીં આવે અને સફળતા પ્રાપ્ત થાય છે.

3. નોકરી-ધંધામાં પ્રગતિ માટે

જો તમે પણ નોકરી કે બિઝનેસમાં વૃદ્ધિ અને પ્રગતિ મેળવવા ઈચ્છો છો. તો શનિવારે રાત્રે પીપળના વૃક્ષની પૂજા કરો અને સોપારી અને 1 રૂપિયાનો સિક્કો ચઢાવો. બીજા દિવસે સવારે આ સોપારી અને સિક્કાને પીપળના ઝાડના એક પાનમાં રાખો, ઘરે લાવો અને તમારા ધન સ્થાન પર રાખો. આમ કરવાથી વ્યાપારમાં વધારો થશે અને નોકરી કરતા લોકોને તેમની કારકિર્દીમાં પ્રગતિ થશે.

4. બગડેલા કામ બનશે

જો તમારું કોઈ કામ ઘણા દિવસોથી અટવાયેલું છે, કોઈ કારણસર આ કામ પૂરા નથી થઈ રહ્યા તો સોપારીના પાન પર દેશી ઘી સાથે લાલ સિંદૂર મિક્સ કરીને સ્વસ્તિક બનાવો. આ પછી, સોપારીને કલવામાં લપેટીને આ પાન પર રાખો. બુધવારે ભગવાન ગણેશની પૂજા કર્યા પછી, તે બધાને લાલ કપડામાં લપેટીને તમારા ઘરના પૂજા સ્થાનમાં રાખો અને દરરોજ તેની પૂજા કરો. આમ કરવાથી તમારું અટકેલું કામ જલ્દી જ થવા લાગશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles