fbpx
Saturday, October 26, 2024

સુદામાની ગરીબી દૂર કરનાર વૈશાખ માસનું વ્રત, જાણો વિધિથી લઈને ઉપાય

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તમામ પૂનમનું અલગ અલગ મહત્ત્વ હોય છે. વૈશાખ માસની પૂનમના રોજ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી ધન અને ધાન્યની સમસ્યા દૂર થાય છે.

ધાર્મિક મહત્ત્વ
આ પૂનમનું માત્ર હિંદુ ધર્મમાં જ નહીં પરંતુ બૌદ્ધ ધર્મમાં પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. હિંદુ ધર્મ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે વિધિ વિધાન સાથે વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બૌદ્ધ ધર્મમાં આ તિથિને વિશેષ ફળદાયી અને પુણ્યદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ સુદામાને આ વ્રત કરવા માટે કહ્યું હતું અને તેમની ગરીબી દૂર થઈ હતી.

વ્રત કેવી રીતે કરવું?
ભગવાન વિષ્ણુ પાસેથી ધન અને ધાન્યનું સૌભાગ્ય તથા વરદાન મેળવવા માટે સવારે વહેલા ઉઠીને વિધિ વિધાન સાથે પૂજા કરો. આ દિવસે સફેદ રંગના કપડા પહેરીને ભગવાન ગણેશનું ધ્યાન ધરો. હવે ઘરના ઈશાન ખૂણામાં એક જળ ભરેલા કળશમાં આંબાના પાન, નારિયેળ રાખીને તેની પૂજા કરો. હવે ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરો અન હળદરથી તિલક કરો. પુષ્પ, ફળ, ભોગ અર્પણ કર્યા પછી ચોખ્ખા ઘીનો દીવો કરો અને શ્રી વિષ્ણુ સહસ્ત્રાનામના પાઠ અને ‘ॐ सत्यविनायकाय नमः’ મંત્રનો જાપ કરો. પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો.

આ ઉપાય કરવાથી ગરીબી દૂર થશે
ખૂબ જ સંઘર્ષ કર્યા પછી પણ ધન અને ધાન્ય પ્રાપ્ત થતું નથી અને નાણાંકીય મુશ્કેલી રહે છે, તો વિધિ વિધાન સાથે વ્રત કરવું જોઈએ. જરૂરિયાતમંદ વ્યક્તિને છત્રી, પાણી ભરેલો ઘડો, કાકડી, ખીરા અને ધનનું દાન કરવું જોઈએ. માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી આર્થિક પરેશાની દૂર થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles