આવનારા મે મહિનો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ખૂબ મહત્વપૂર્ણ છે. 19મેના રોજ શનિજયંતિ ઉજવવામાં આવશે. શનિ દેવના જન્મના ઉપલક્ષ્યને ધ્યાનમાં રાખીને આ દિવસ ઉજવવામાં આવે છે. શનિદેવ દરેકના જીવનમાં કોઈના કોઈ પ્રભાવ પાડે છે. શનિ જયંતિ શનિદેવની પૂજા અને કૃપા પ્રાપ્ત કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આવો જાણીએ આ દિવસના શુભ મૂહુર્ત અને વિશેષ ઉપાયો.
શનિ જયંતિનું મહત્વ
જ્યોતિષમાં શનિદેવને કર્મફળદાપતિ અને ન્યાયનો દરજ્જો મળ્યો છે. જે લોકોના જીવનમાં શનિની સાડાસાતી અને શનિ દોષ સંબંધિત કોઈ ખામી હોય તો તેને દૂર કરવા માટે શનિ જયંતિ પર તેમની પૂજા કરવી ખૂબ જ લાભકારી માનવામાં આવે છે.
શનિ જયંતિની પૂજા પદ્ધતિ
શનિ જયંતિના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન-ધ્યાન કરો.
આ પછી સૂર્યદેવની પૂજા કરતી વખતે તેમને તાંબાના વાસણથી અર્ઘ્ય ચઢાવો.
શનિદેવને સરસવનું તેલ, વાદળી ફૂલ અને કાળા તલ અર્પણ કરો.
આ પછી શનિદેવ માટે સરસવના તેલનો દીવો પ્રગટાવીને ‘ઓમ શન શનિશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરો.
કુંડળીમાંથી શનિ દોષ દૂર કરવા માટે કરો આ પૂજા
જે વ્યક્તિની કુંડળીમાં શનિ સંબંધિત કોઈ ખામી હોય તો શનિ જયંતિના દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર જો તમે શનિ જયંતિના દિવસે શનિદેવને સરસવનું તેલ ચઢાવો છો. આ પછી મનમાં શનિ મંત્રનો જાપ કરતી વખતે સાત વાર પ્રદક્ષિણા કરવી જોઈએ. શનિ જયંતિના દિવસે આ ઉપાય કરવાથી શનિ ઢૈયા અને સાડાસાતીના કષ્ટો જલ્દી દૂર થઈ જશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)