fbpx
Saturday, January 11, 2025

રસોડામાં રહેલ હળદરનો આ પ્રયોગ જગાડશે તમારું સૂતેલું ભાગ્ય! જાણો ભાગ્યોદયની સરળ વિધિ

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે.

ખાસ વાત એ છે કે આ ઉપાયો બિલ્કુલ અઘરા નથી. અને માત્ર રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા જીવનની મુશ્કેલીઓનો અંત લાવી શકો છો. તો ચાલો, આ સરળ ઉપાયો પર નજર કરીએ.

ફળદાયી હળદર !

રસોડામાં સરળતાથી પ્રાપ્ત થતી હળદરનો ઉપયોગ શુભકાર્યોમાં કરવામાં આવે છે. જેમ જમવાનું બનાવતી વખતે હળદરના ઉપયોગથી રસોઇનો રંગ આવે છે તેવી જ રીતે પૂજા પાઠમાં હળદરના ઉપયોગથી સોનામાં સુગંધ ભળે છે. પરંતુ, જ્યોતિષ ઉપાયો માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કાળી હળદરના વિવિધ ઉપયોગ કરવાથી આપની સમસ્યાઓનો અંત આવી શકે છે. સાથે જ ધનપ્રાપ્તિ અર્થે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

ઘણીવાર એવું બને છે કે મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી આવતી. ઘણાં પૈસા હોવા છતાં પૈસા ખોટા ખર્ચાઇ જાય છે. તો શુક્લ પક્ષના શુક્રવારના દિવસે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર અને સિંદૂર મિક્સ કરીને માતા લક્ષ્‍મીના ચરણોમાં અર્પણ કરવી. તેનાથી લાભ થશે. આ હળદરને તિજોરી કે ધન રાખવાની જગ્યા પર મૂકવી. આ કાર્ય કરવાથી આપની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.

ભાગ્યોદય અર્થે

ભાગ્ય આડેના અવરોધો દૂર કરવા નિયમિત રૂપે કીડીઓને સાકર મિશ્રીત લોટ ખવડાવવો. આ કાર્ય કરવાથી આપના પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્યકર્મોનો ઉદય થાય છે. તેનાથી આપની દરેક મનોકામના પૂર્ણ થશે. સાથે જ ઘરમંદિરમાં રહેલ દેવી-દેવતાને નિત્ય પુષ્પોથી સજાવીને રાખવા જોઇએ. જો આપનું નસીબ આપનો સાથ ન આપતું હોય તો નિયમિત રીતે પાણીમાં એક ચપટી હળદર મેળવીને સ્નાન કરવું જોઇએ. આ કાર્યથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. આપનો ભાગ્યોદય થશે. સાથે જ સાંજે નહાવાના પાણીમાં મીઠું(નમક) ઉમેરીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles