વાસ્તુદોષમાંથી મુક્તિ મેળવવા માટે ગણેશજીની પૂજા કરવાનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગણપતિ બાપ્પાની પૂજા કર્યા વિના કોઇપણ શુભ કાર્યની શરૂઆત થતી નથી. જો આપને ઘરમાં વાસ્તુ દોષનો સામનો કરવો પડતો હોય તો ગણેશજીની પૂજા કરવાથી મોટામાં મોટો વાસ્તુદોષ દૂર થઇ જાય છે. અને વધુમાં એમ જણાવવાનું કે એ વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરમાં કોઇપણ પ્રકારની તોડફોડ પણ નહીં કરવી પડે.
માત્ર ઘરમાં લગાવી દો આ ગણેશજીની પ્રતિમા અને સમાપ્ત કરો ઘરનો વાસ્તુ દોષ.
ગણેશજીની મૂર્તિ રાખવાની સાચી દિશા
ઓફિસ હોય કે ઘર આપણે ગણેશજીની મૂર્તિ તો રાખતા જ હોઇએ છીએ. પરંતુ જ્યારે પણ તમે ગણેશજીની મૂર્તિ લગાવો તો એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. કે ગણેશજીનું મુખ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઇએ નહીં તો આપને તેના વિપરિત પરિણામો ભોગવવા પડશે.
ગણેશજીની કેવી મૂર્તિ રાખવી
જો ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવાનું વિચારી રહ્યા છો તો પ્લાસ્ટિકના બદલે કોઇપણ ધાતુ કે માટીમાંથી બનેલ મૂર્તિ ઘરમાં કે ઓફિસમાં રાખવી જોઇએ. જો મૂર્તિ ઘરમાં લગાવવી હોય તો હંમેશા બેઠેલી મુદ્રાવાળી મૂર્તિ રાખવી જોઇએ.ઓફિસ કે કાર્યક્ષેત્રમાં ઊભા ગણેશજીની મૂર્તિ રાખવી કે જેમાં તેમને બંને પગ જમીન પર સ્પર્શ કરતાં હોય. આ પ્રકારની મૂર્તિ ખૂબ શુભ માનવામાં આવે છે. શ્રીગણેશજીને મોદક અને તેમનું વાહન મૂષક ખૂબ પ્રિય છે. એટલે ગણેશજીની કોઇપણ મૂર્તિ કે છબી કે ફોટો લાવો તો તેમાં મૂષક અને મોદક હોવા જરૂરી છે.જો ઘરમાં ખુશીઓ અકબંધ રાખવી હોય તો ગણેશજીની સિંદૂર મૂર્તિની આરાધના કરવી અનુકૂળ રહે છે.મંગળકામના કરવા માટે ગણેશજીની આ રંગની મૂર્તિ ઘરમાં રાખવી.
મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગણેશ મૂર્તિ મૂકવી
પ્રવેશદ્વાર પાસે મૂકેલી ગણપતિ મૂર્તિ સમૃદ્ધિનું સ્વાગત કરે છે. આવા કિસ્સાઓમાં, મૂર્તિ પ્રવેશદ્વાર તરફ ન હોવી જોઈએ પરંતુ તેની પીઠ પ્રવેશદ્વાર તરફ હોવી જોઈએ. આનો હેતુ દુષ્ટતાને દૂર કરવાનો છે. જો ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર મુખ્ય દિશાઓને અનુરૂપ ન હોય, તો ગણેશ મૂર્તિનો ફોટો અથવા મૂર્તિ ત્રાંસા રીતે એવી રીતે મુકી શકાય કે તે યોગ્ય દિશામાં મુખ કરે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)