દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જોતી હોય છે, જેથી એમની પ્રગતિ થાય. જીવન ખુશીથી ભરાય જાય. ભાગ્યનો એવો સાથ મળે કે દરેક કામ સફળ થાય. ધન-સંપત્તિની કોઈ કમી ન થાય. જયારે સારો સમય આવવાનો હોય ત્યારે કિસ્મત તમારા પર મહેરબાન થવાની હોય તો પહેલાથી જ કેટલાક સંકેત મળવા લાગે છે. જયારે સારો ટાઈમ આવે છે તો ભાગ્ય સુરજની જેમ ચમકી જાય છે અને જીવનમાં દરેક ખુશી મળે છે. આઓ જાણીએ સારા સમયના 10 સંકેત.
1. જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોવ અને રસ્તામાં તમને નવ વર-કન્યા એકસાથે દેખાય તો સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે. આને સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે.
2. જો કોઈ તમારા પર પક્ષી બીટ કરી દે તો તેને ખરાબ ન અનુભવો. આ તમારા માટે સારો સંકેત હોઈ શકે છે. એવી માન્યતા છે કે જ્યારે પક્ષી કોઈ વ્યક્તિ પર બીટ કરે છે તો છે, ત્યારે તેનું ગુડ લક શરૂ થાય છે.
3. તમે મુસાફરી કરી રહ્યા છો અને તે દરમિયાન તમને સાપ અને વાંદરાઓ દેખાય છે, તો તે સારા સમયનો શુભ સંકેત છે. તમારા જીવનની નાણાકીય કટોકટી દૂર થવાની છે. ધનનું આગમન થઈ શકે છે. એટલું જ નહીં જો ઘરમાં ચામાચીડિયાનો માળો હોય તો તે પણ શુભ માનવામાં આવે છે.
4. જો તમે રાત્રે આકાશમાં તારાઓ ખરતા જુઓ તો તરત જ તમારી ઈચ્છા વ્યક્ત કરો. માન્યતાઓ અનુસાર, તે ઈચ્છા 30 દિવસમાં પૂરી થઈ શકે છે. આ એક શુભ સંકેત પણ માનવામાં આવે છે.
5. કાચબો જોવો એ શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કર્યું હતું. જો તમને સપનામાં કાચબો દેખાય છે તો તે સૌભાગ્યની નિશાની છે. બંધ કિસ્મતના દરવાજા જલ્દી ખુલી શકે છે.
6. કોઈ દિવસ તમે તમારા ઘરની નજીક અથવા રસ્તામાં મોર જુઓ અથવા મોરને નાચતા જુઓ તો તે દિવસથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે. મોરના દર્શન શુભ માનવામાં આવે છે.
7. જો તમારા ઘરના મુખ્ય દરવાજે હાથી તેની સૂંઢ ઉંચી કરીને ઉભો હોય તો સમજી લેવું કે તમારા સ્થાન પર લક્ષ્મીનું આગમન થવાનું છે. તમારા પરિવારની સુખ-સમૃદ્ધિમાં વધારો થવાનો છે. હાથીને ગણેશજીનું પ્રતીક માનવામાં આવે છે.
8. ઘરની છત પર કોયલ બોલવી એ પણ એક શુભ સંકેત છે. જો આવું થાય તો તમારી સંપત્તિ વધી શકે છે. 9. જો તમને તમારા સપનામાં અથવા રસ્તામાં ગોલ્ડન સાપ દેખાય તો સમજો તમારા સારા દિવસો શરૂ થવાના છે. આને ભાગ્ય મજબૂત થવાની નિશાની માનવામાં આવે છે.
10. જે દિવસે તમે સવારે ઉઠો છો અને તમને સવારે સૌથી પહેલા દહીં અથવા દૂધ દેખાય છે, તો તે ગુડલકની નિશાની છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)