fbpx
Monday, October 28, 2024

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, શનિદેવ ક્યારેય નહીં કરે પરેશાન!

શનિ ગ્રહ ભારતીય જયોતિષ વિજ્ઞાન અનુસાર સાત ગ્રહોમાનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને શનિવારના દેવ માનવામાં આવે છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટાભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે મંદ અર્થાત્ ધીમી ગતિ . સૂર્યની પ્રદક્ષિણા કરતા શનિને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે. જે વ્યક્તિને શનીની સાડા સાતીની પનોતી, અઢીની પનોતી કે પછી કુંડળીમાં શનિના અશુભ પ્રભાવના કારણે કોઇ રોગથી પીડિત છે તો આ ઉપાયો અજમાવવાથી શનિદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ થાય છે અને દરેક પ્રકારના કષ્ટ દૂર થાય છે.

શનિદેવની કૃપા પ્રાપ્તિના ઉપાયો

  1. બંને સમયના ભોજનમાં કાળા નમક અને કાળા મરીનો પ્રયોગ કરવો
  2. શનિવારે વાનરોને શેકેલા ચણા અને ગળી રોટલી ખવડાવવી. તેમજ રોટલી પર તેલ લગાવીને કાળા રંગના શ્વાનને ખવડાવવું
  3. જો શનિની અશુભ દશા ચાલી રહી હોય તો માંસ મદીરાનું સેવન ન કરવું
  4. નિત્ય પૂજા સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી શનિના દુષ્પ્રભાવથી મુક્તિ મળે છે.
  5. ઘરના અંધારા ખૂણામાં લોખંડની વાટકીમાં સરસવનું તેલ ભરીને તેમાં તાંબાનો સિક્કો ઉમેરીને રાખવો.
  6. શનિની અઢીની પનોતીનું શમન કરવા શુક્રવારની રાત્રે 800 ગ્રામ કાળા તલને પાણીમાં પલાળી દો અને શનિવારની સવારે તેને પીસીને તેમાં ગોળ ઉમેરીને 8 લાડુ બનાવો અને કોઇ કાળા અશ્વને ખવડાવો, આ ઉપાય 8 શનિવાર સુધી કરવાનો છે.
  7. શનિના દુષ્પ્રભાવને દૂર કરવા માટે શનિવારે કાળી ગાયની સેવા કરવી. ગાયને ઘરમાં બનેલી પહેલી રોટલી ખવડાવવી, સિંદૂરનું તિલક કરવું, શિંગડા પર રક્ષાસૂત્ર બાંધવું અને પછી મોતીચૂરના લાડુ ખવડાવીને ચરણ સ્પર્શ કરવા.
  8. દરેક શનિવારે પીપળના વૃક્ષની નીચે સૂર્યોદયથી પહેલા સરસવના તેલનો દીવો પ્રજવલિત કરવો. ત્તેયારબાદ પીપળાના વૃક્ષમા શુદ્ધ કાચું દૂધ અને ધૂપ અર્પિત કરવું.
  9. જો શનિની સાડાસાતીથી પરેશાન હોવ તો શનિવારે સૂર્યાસ્ત થાય પછી પીપળાના ઝાડને ગળ્યું પાણી અર્પણ કરવું અને સરસવના તેલનો દીવો પ્રજવલિત કરીને અગરબત્તી કરીને ત્યાં બેસીને હનુમાન ચાલીસા, ભૈરવ ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરીને પીપળાના વૃક્ષની સાત પરિક્રમા કરવી.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles