Saturday, April 19, 2025

માતા સીતાનો જન્મ કેવી રીતે થયો? રાવણ અને મંદોદરી સાથે જોડાયેલી છે વાર્તા, વાંચો રસપ્રદ કથા

આ વર્ષે સીતા નવમી 29 એપ્રિલ શનિવાર એટલે કે આજે માનાવવામાં આવી રહી છે. માતા સીતાનો જન્મ વૈશાખ માસના શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. જેના કારણે આ દિવસે જાનકી જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. માતા સીતાને લક્ષ્‍મીનો અવતાર માનવામાં આવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને પૂજા કરે છે, જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય મળે છે અને પતિનું આયુષ્ય લાંબુ થાય છે.

સીતા નવમીના અવસર પર શું તમે જાણો છો માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો? આવો જાણીએ માતા જાનકીની ઉત્પત્તિ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણે છે.

માતા સીતાનો જન્મ કેવી રીતે થયો હતો?

વાલ્મિકી રામાયણ અનુસાર એક વખત મિથિલામાં દુકાળ પડ્યો હતો. પછી રાજા જનકને સલાહ આપવામાં આવી કે વૈદિક વિધિઓ કરીને, તે પોતે ખેતરો ખેડશે, પછી વરસાદ પડશે અને દુકાળનો અંત આવશે. રાજા જનક વૈશાખ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિના રોજ ખેતરમાં ખેડાણ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમનું હળ કલશ સાથે અથડાયું.

બાદમાં રાજાએ કળશને પૃથ્વીમાંથી બહાર કાઢ્યો અને તેને ખોલ્યો. તો તેમાથી એક શિશું બાળકી નિકળી, જેનું નામ સીતા હતું. આ રીતે માતા સીતાનો જન્મ થયો. સીતાનો જન્મ માતાના ગર્ભમાંથી થયો ન હતો. તે પૃથ્વી પરથી પ્રાપ્ત થઈ હતી, તેથી જ તેને પૃથ્વીની પુત્રી પણ કહેવામાં આવે છે.

સીતાના જન્મની બીજી વાર્તા

બ્રહ્મવૈવર્ત પુરાણની કથા અનુસાર, સીતાજી રાવણ અને મંદોદરીની પુત્રી હતા, જેને રાવણે જન્મ બાદ સમુદ્રમાં ફેંકી દીધા હતા. ત્યાંથી સમુદ્રની દેવી વરુણીએ તે પુત્રીને પૃથ્વી માતાને સોંપી દીધી. પછી પૃથ્વી માતાએ તે કન્યા રાજા જનકને આપી. એ જ કન્યા જનક નંદની સીતાના નામથી પ્રચલિત થઈ અને તેના લગ્ન ભગવાન રામ સાથે થયા. રાવણના મૃત્યુનું કારણ સીતા બની.

દંતકથા અનુસાર, વેદવતી નામની સ્ત્રી માતા સીતા તરીકે પુનર્જન્મ પામી હતી. વેદવતી ભગવાન વિષ્ણુની ભક્ત હતી અને તે ભગવાન હરિને તેના પતિ ઇચ્છતી હતી. આ માટે તેણે આકરી તપસ્યા કરી. તે જ સમયે રાવણ ત્યાંથી નીકળી રહ્યો હતો, તેણે વેદવતીને જોયો અને મોહિત થઈ ગયો. રાવણ વેદવતીને પોતાની સાથે લઈ જવા માંગતો હતો, પરંતુ વેદવતીએ આત્મદાહ કરી લીધો. તેણીએ રાવણને શ્રાપ આપ્યો કે તે તેની પુત્રી તરીકે જન્મશે અને તેના વિનાશનું કારણ બનશે.

સીતાના જન્મની ત્રીજી કથા

વાલ્મીકિ રામાયણ અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં સીતાના જન્મની કથા અલગ છે. સીતાના જન્મની ત્રીજી કથા રામાયણમાં છે. જે મુજબ ગુત્સમદ ઋષિ લક્ષ્‍મીને પુત્રીના રૂપમાં પ્રાપ્ત કરવા માંગતા હતા. આ માટે તેઓ તપસ્યા કરી રહ્યા હતા. એક દિવસ જ્યારે તે આશ્રમમાં ન હતા ત્યારે રાવણ ત્યાં પહોંચ્યો અને ત્યાં હાજર તમામ ઋષિઓની હત્યા કરી અને તેમના લોહીથી કલશ ભરી દીધો. તેને લંકા લાવ્યો અને તેના મહેલમાં સંતાડી દીધો.

એક દિવસ મંદોદરીએ તે કળશ ખોલી અને તેમાં રહેલું લોહી પી લીધું. જેના કારણે તે ગર્ભવતી બની હતી. બાદમાં તેણે જન્મેલી બાળકીને મિથિલા રાજ્યની ભૂમિમાં કલશમાં રાખીને સંતાડી દીધી હતી.આ જ બાળકીને રાજા જનકે સીતાના રૂપમાં પ્રાપ્ત કરી હતી. આ ત્રણ કથાઓમાં વાલ્મીકિ રામાયણની કથા વધુ પ્રચલિત અને લોકપ્રિય માનવામાં આવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles