મહાન સમ્રાટ ચંદ્રગુપ્તના ગુરુ ચાણક્યને ભારતના મહાન વિદ્વાન, અર્થશાસ્ત્રી, રાજદ્વારી અને માર્ગદર્શક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે તેમના નીતિશાસ્ત્રમાં જીવનની સમસ્યાઓ અને તેના નિવારણની સ્પષ્ટ સમજણ આપી છે.
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં માનવ જીવનને યોગ્ય રીતે જીવવાના માર્ગની સાથે સાથે સફળતા મેળવવા અને કોઈપણ મોટી મુશ્કેલીથી બચવાના ઉપાયો વિશે વિગતવાર જણાવ્યું છે.
આચાર્ય ચાણક્યએ કહ્યું છે કે, જીવનમાં કોઈ મોટી મુશ્કેલીથી બચવા માટે વ્યક્તિએ જીવનભર કેટલીક વાતો ગુપ્ત રાખવી જોઈએ. જો તે આવું ન કરે તો તે ગમે ત્યારે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ એવી દવાઓની માહિતી જાહેર ન કરવી જોઈએ. જે માત્ર સિદ્ધિ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. સિદ્ધ દવાઓનો ઉપયોગ અન્યની સારવાર માટે જ થવો જોઈએ. ખરાબ ઈરાદા ધરાવનાર વ્યક્તિઓ સિદ્ધ દવાની જાણ થતા કોઈને નુકસાન પણ પહોંચાડી શકે છે.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ હંમેશા વિવાહિત જીવનની વાતોને ગુપ્ત રાખવી જોઈએ. કેટલીક વાર પતિ-પત્ની વચ્ચે અણબનાવ થઈ જાય છે, પરંતુ ક્યારેય પણ ગુસ્સામાં પોતાના લગ્નજીવનની વાતો કોઈની સાથે ન કરવી જોઈએ. આમ કરવાથી પરિવારની બદનામી થઈ શકે છે અને પરિવારમાં મતભેદ વધી શકે છે. લાગણીઓમાં આવીને પણ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.
આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર, વ્યક્તિએ ક્યારેય પણ પોતાના ઘરની ખામીઓ વિશે બહારની વ્યક્તિની સાથે વાત ન કરવી જોઈએ. પરિવારના કોઈપણ સભ્યની સમાજમાં બદનામી ન કરવી જોઈએ. જો ઘરની ખામીઓ દુશ્મનને જાણ થઈ જશે તો તે તેનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)