પૌરાણિક કથા અનુસાર દેવતાઓ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન કરવામાં આવ્યું તે સમયે અમૃત કળશ પ્રાપ્ત થયો. આ અમૃત કળશ બાબતે દેવતા અને દાનવ વચ્ચે વિવાદ છેડાઈ ગયો હતો.
વિવાદનું નિવારણ લાવવા માટે ભગવાન વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓએ અમૃત ગ્રહણ કરી લીધું. હિન્દુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની અગિયારસને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વર્ષે 1 મે 2023ના રોજ મોહિની એકાદશી છે.
ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે કેટલાક કામ બિલ્કુલ પણ ના કરવા જોઈએ. આ કામ કરવાથી તમે મુસીબતમાં મુકાઈ શકો છો. મોહિની એકાદશીના દિવસે કયા કામ ના કરવા તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. જાણો આ દિવસે કયા જ્યોતિષ ઉપાય કરવા વિશેષ લાભ પ્રાપ્ત થશે.
આ દિવસે આ કામ ભૂલથી પણ ના કરશો
- એકાદશીના દિવસે ભાત ના ખાવા જોઈએ.
- તુલસીના પાન તોડવા ના જોઈએ અને તુલસીના છોડ પાસે દીવો કરવો જોઈએ.
- મોહિની એકાદશીએ દિવસે ના સૂવું જોઈએ
- મોહિની એકાદશીએ તામસી ભોજનનું સેવન ના કરવું જોઈએ.
- આ દિવસે અડદ, પાલક, કોબીજ, શલજમનું પણ સેવન ના કરવું જોઈએ.
કયા જ્યોતિષ ઉપાય કરવાથી વિશેષ લાભ થશે
- શાસ્ત્રો અનુસાર ઘરમાં સુખ શાંતિ રહે તે માટે મોહિની એકાદશીના દિવસ તુલસીના છોડ પાસે ગાયના ઘીનો દીવો કરવો જોઈએ.
- ऊँ नमो भगवते वासुदेवाय नम: મંત્રનો જાપ કરીને 11 વાર પરિક્રમા કરો.
- આર્થિક સમસ્યથી છુટકારો મેળવવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પર શંખથી જળાભિષેક કરો અને માઁ લક્ષ્મીને ખીરનો ભોગ ધરાવો. માનવામાં આવે છે કે, આ પ્રકરે કરવાથી ભગવાન વિષ્ણુ અને માઁ લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- હાથમાં તુલસીની માળા લઈને આ મંત્ર ऊँ नमो भगवते वासुदेवाय नम: નો 108 વાર જાપ કરવાથી આર્થિક સમસ્યાથી છુટકારો મળશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)