આચાર્ય ચાણક્યની નીતિઓને જીવનમાં ઉતારવું ઘણું મુશ્કેલ હોય છે, પરંતુ જેણે પણ આ નીતિઓને જીવનમાં ઉતારી છે એને સફળ થવાથી રોકી શક્યું નથી. આચાર્ય ચાણક્યની ગણતરી દુનિયાના શીર્ષ વિદ્વાનોમાં થાય છે. ચાણક્ય દ્વારા લખવામાં આવેલા ગ્રંથ ચાણક્ય નીતિમાં એમણે માનવ વ્યવહાર અંગે વિસ્તૃતથી ઉલ્લેખ કર્યો છે અને આચાર્ય ચાણક્યએ ધર્મ, અર્થ, જ્ઞાન, ગુણ સ્વભાવ વગેરે અંગે વિસ્તારથી જણાવ્યું છે.
આચાર્ય ચાણક્યએ એક શ્લોકમાં જણાવ્યું છે કે કયા પ્રકારના વ્યક્તિઓએ એમનો વ્યવહાર બદલી નાખવો જોઈએ. આચાર્ય ચાણક્યએ આ શ્લોકમાં લખ્યું છે કે-
દુરાચારી ચ દુદ્રષ્ટિ: દુરાવાસી ચ દુર્જન:
યાનમૈત્રી ક્રિયતે પુમ્ભિર્નરઃ શીઘ્ર વિનશ્યતિ।
આ લોકોની સંગતમાં ક્યારે ન આવવું
આચાર્ય ચાણક્ય અનુસાર ખરાબ ચારિત્ર્ય ધરાવનાર વ્યક્તિનો સંગ અને કોઈ કારણ વગર બીજાને નુકસાન પહોંચાડવા અને પ્રદૂષિત જગ્યાએ રહેવાથી જીવનમાં જલ્દી ખરાબ સમય આવી શકે છે. આવા સમયે તેમને કોઈ સાથ આપતું નથી.
આચાર્ય ચાણક્ય અનુસાર, દુષ્ટ વ્યક્તિનો સંગ નરકમાં રહેવા સમાન છે. આવી સ્થિતિમાં, સારું છે કે બને તેટલી વહેલી તકે ખરાબ સંગત છોડી દેવી જોઈએ. આચાર્યએ એમ પણ કહ્યું છે કે મિત્રતા કરતા પહેલા વ્યક્તિની યોગ્ય પરીક્ષા કરવી જોઈએ. આ સાથે, સમાન દરજ્જાના લોકો સાથે મિત્રતા કરવી પણ ફાયદાકારક છે કારણ કે આ મિત્રતા વધુ વિશ્વસનીય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)