ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે તાંબાના સૂર્યના ઉપાય વાસ્તુશાસ્ત્રમાં પ્રમુખ ઉપાય માનવામાં આવ્યો છે. તાંબાની પ્લેટ પર સૂર્ય જેવી આકૃતિ બનેલી હોય છે. જેને તાંબાનો સૂર્ય કહેવાય છે. કહેવામાં આવે છે કેજો ઘરમાં યોગ્ય દિશા અને સ્થાન પર તાંબાનો સૂર્ય લગાવવામાં આવે તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
તાંબાના સૂર્યને લગાવવાથી સકારાત્મકતાનો પ્રભાવ વધે છે. સાથે જ એ કારકીર્દી માટે પણ લાભદાયી માનવામાં આવે છે. આજે આપને જણાવીશું કે તાંબાનો સૂર્ય ઘરમાં કઇ દિશામાં લગાવવો જોઇએ અને તેને લગાવવાથી કયા ફાયદા મળે છે.
તાંબાનો સૂર્ય લગાવવાના ફાયદા
⦁ તાંબાથી બનેલ સૂર્ય ઘરમાં લગાવવાથી આપના ઘરમાં સકારાત્મક ઊર્જાનો વાસ થાય છે. જો આપ વાસ્તુના નિયમો અનુસાર તેને ઘરમાં કે ઓફિસમાં લગાવશો તો આપને દરેક ક્ષેત્રે માન સન્માન મળશે.
⦁ કહેવાય છે કે સૂર્યમાં આકર્ષણ ક્ષમતા પ્રબળ હોય છે. તેને લગાવવાથી પ્રભાવશાળી વ્યક્તિ આપની તરફ આકર્ષિત થાય છે.
⦁ રચનાત્મક કાર્ય સાથે જોડાયેલ લોકોને તાંબાનો સૂર્ય વિશેષ લાભ આપે છે. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મધુરતા જળવાયેલી રહે છે. સંબંધો વધુ મધુર બને છે.
⦁ વ્યવસાયી, સરકારી અધિકારી અને કલાત્મક ક્ષેત્રે જોડાયેલ લોકોએ ઘરમાં તાંબાનો સૂર્ય અવશ્ય લગાવવો જોઇએ.
⦁ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો આપ સૂર્યની કિરણોની સમક્ષ ઊભા ન રહી શકતા હોવ તો આપે તાંબાના સૂર્યથી મળતી ઊર્જાને પ્રાપ્ત કરવી જોઇએ. તાંબાનો સૂર્ય આપના ઘર કે ઓફિસમાં તમે લગાવી શકો છો. તેનાથી આપને કારકીર્દીમાં આગળ વધવાના માર્ગ પ્રાપ્ત થાય છે.
⦁ આ સિવાય આપ ઓફિસમાં પણ તાંબાનો સૂર્ય લગાવી શકો છો. ઓફિસમાં પૂર્વ દિશાની દિવાલ પર તાંબાનો સૂર્ય લગાવવાથી કારકીર્દીમાં પ્રગતિના યોગ સર્જાય છે.
ઘરમાં કયા સ્થાન પર લગાવશો તાંબાનો સૂર્ય
⦁ જો આપના ઘરમાં પૂર્વ દિશામાં કોઇ રસ્તો કે બારી ન હોય તો તાંબાનો સૂર્ય આપ પૂર્વની દિશામાં લગાવી શકો છો. તેનાથી ઘરમાં રહેલ વાસ્તુદોષ દૂર થાય છે. તાંબાનો સૂર્ય લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ થાય છે.
⦁ જો ઘરનું મુખ્યદ્વાર પૂર્વ દિશામાં હોય તો દરવાજામાં બહારની તરફ તાંબાનો સૂર્ય લગાવવો જોઇએ. તેનાથી આપના ઘરમાં ધન-સંપદામાં વૃદ્ધિ થાય છે. આ તાંબાના સૂર્યને એવી રીતે લગાવવો કે ઘરમાં પ્રવેશ કરતાં સમયે તેની તરફ નજર પડે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)