fbpx
Wednesday, October 30, 2024

આ 6 વસ્તુઓથી મળશે ભગવાન નૃસિંહની કૃપા! જાણો કેવી રીતે તમામ પ્રકારના ડરથી છુટકારો મેળવવો?

ભગવાન વિષ્ણુના તમામ અવતારોમાં તેમનો નરસિંહ અવતાર સૌથી વધુ ઉગ્ર માનવામાં આવે છે. આ અવતાર તેમણે અસુર હિરણ્યકશિપુનો વધ કરવા અને ભક્ત પ્રહ્લાદની રક્ષાર્થે ધારણ કર્યો હતો.

આજે 4 મે, ગુરુવારે સમગ્ર ભારતમાં નરસિંહ જયંતીની ઉજવણી કરવામાં આવશે. વૈશાખ સુદ ચૌદસની આ તિથિ અત્યંત ફળદાયી મનાય છે. માન્યતા અનુસાર ભગવાન નરસિંહ કે નૃસિંહની પૂજા કરવાથી માનસિક અને શારીરિક શક્તિની પ્રાપ્તિ થાય છે. ભગવાનના આ રૂપની આરાધના કરવાથી વ્યક્તિની અંદર રહેલા દરેક પ્રકારના ભય દૂર થાય છે તેમજ શત્રુઓનો પણ નાશ થાય છે. ત્યારે આવો એ જાણીએ કે આજે કયા ઉપાયો થકી ભગવાન નરસિંહની પૂજા કરવાથી જીવનમાં આવી રહેલ દરેક અવરોધો દૂર થશે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થશે.

ધન પ્રાપ્તિ અર્થે

નરસિંહ જયંતીના દિવસે ભગવાન નરસિંહનું સ્મરણ કરતા કરતા સાંજે પૂજામાં વિષ્ણુજીને નાગકેસર અર્પણ કરવું. બીજા દિવસે તે નાગકેસરને ધન રાખવાના સ્થાન પર મૂકી દેવું. આ ઉપાય ધન પ્રાપ્તિ માટે અકસીર મનાય છે. માન્યતા અનુસાર તેનાથી આપની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને ક્યારેય નાણાંની અછત સર્જાતી નથી.

દુશ્મન થશે શાંત

જો તમને સતત અજાણ્યા શત્રુઓનો ભય રહેતો હોય અથવા તો દુશ્મન દરેક કામમાં આડા આવી રહ્યા હોય તો નરસિંહ જયંતી પર કાચા દૂધથી શ્રીહરિનો અભિષેક કરવો જોઇએ. માન્યતા અનુસાર તેનાથી શત્રુબુદ્ધિનો નાશ થાય છે અને વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા મળે છે.

કાલસર્પ દોષ નિવારણ અર્થે

જ્યારે વ્યક્તિની કુંડળીમાં કાલસર્પ દોષ હોય છે ત્યારે તેણે આર્થિક, માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ત્યારે નરસિંહ જયંતીના દિવસે નરસિંહ મંદિરમાં જઇને મોરપીંછ અર્પણ કરવું જોઈએ. કહેવાય છે કે તેનાથી કાલસર્પ દોષનું નિવારણ થાય છે.

બીમારીથી મુક્તિ અર્થે

નરસિંહ ભગવાન પર ચંદનનો લેપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે લાંબા સમયથી જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેના મસ્તક પર નરસિંહ ભગવાન પર ચઢાવેલું ચંદન લગાવી દેવું જોઈએ. આ ઉપાયથી તે વ્યક્તિને જરૂરથી લાભની પ્રાપ્તિ થશે અને સ્વાસ્થ્યમાં સુધારો વર્તાશે.

કાયદાકીય લડાઈમાં સફળતા અર્થે

કોર્ટ કચેરીની બાબતોમાં સફળતા ન મળી રહી હોય તો નરસિંહ જયંતીએ ભગવાનને દહીંનો પ્રસાદ અર્પણ કરવો. તેમજ જળ સેવા પણ કરવી જોઈએ. કહેવાય છે કે તેનાથી કાયદાકીય લડાઈમાં આપના પક્ષમાં ચુકાદો આવવાની શક્યતા વધી જાય છે.

પરિવારની સુખ-શાંતિ અર્થે

પરિવારમાં સતત કલેશ રહેતો હોય કે ઘરની સુખ શાંતિ ભંગ થઇ ગઇ હોય તો નરસિંહ જયંતીના દિવસે સત્તુ અને લોટનું દાન કરવું. આ ઉપાય કરવથી આપની કૌટુંબિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles