fbpx
Thursday, October 31, 2024

આ 3 રાશિઓના જાતકો સાવધાન! શનિ સાથે મંગળનો ષડાષ્ટક યોગ સર્જશે મુશ્કેલી!

તારીખ 10 મે, 2023, બુધવારે મંગળ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 1 જુલાઈ સુધી તે અહીંયા જ બિરાજમાન રહેશે. વૈદિક જ્યોતિષમાં ભૂમિ પુત્ર મંગળને અગ્નિનો કારક કહેવામાં આવ્યો છે. એટલે ચંદ્રની રાશિ કર્કમાં જઇને તે નીચનો થઇ જાય છે.

ચંદ્રમા જળનો કારક છે અને મંગળ અગ્નિનો. જળ અને અગ્નિ વચ્ચે કોઇ તાલમેલ નહીં હોય. એટલે, મંગળ સંપૂર્ણપણે બળહીન થઇને પોતાનો કોઇપણ શુભ પ્રભાવ નહીં આપી શકે !

મંગળ 10 મેના રોજ કર્ક રાશિમાં પ્રવેશીને 1 જુલાઇ સુધી ત્યાં બિરાજમાન રહેશે. તે દરમિયાન જ શનિનો ષડાષ્ટક યોગ બનવાનો છે. આ ષડાષ્ટક યોગ, મંગળનું ગોચર 3 રાશિઓ માટે બિલ્કુલ પણ શુભ નહીં હોય. ત્યારે આવો જાણીએ કે કઈ છે આ 3 રાશિ ? અને તેમણે કઈ સાવચેતી રાખવી છે જરૂરી ?

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે મંગળનું ગોચર ધનભાવમાં થશે. આ ભાવમાં મંગળનું ગોચર તમારી પ્રકૃતિને વધુ ગુસ્સાવાળી બનાવી શકે છે. જો સંપત્તિને લઇને કોઇ વિવાદ ચાલી રહ્યો હોય તો તે વિવાદ વધુ વિકટ બનતો જશે. આ સમય આપને કોર્ટ કેસના ચક્કરમાં ફસાવાની શક્યતા દર્શાવે છે ! એટલે કોઇપણ જગ્યાએ સમજ્યા વિના પોતાની સહી ન કરવી. આ સમયે ધનનું રોકાણ કરવામાં સાવધાની રાખવી. આ સમયે આપે પરિવારમાં કલેશની સ્થિતિનો સામનો કરવો પડી શકે ! આ ગોચર દરમ્યાન આપે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે મંગળનું ગોચર દ્વાદશ ભાવમાં થશે. આ ભાવમાં નીચ રાશિમાં મંગળ ગોચર કરવાથી તે આપના ખર્ચામાં વૃદ્ધિ કરનાર બનશે. આ સમયે આપે કોઇપણ પ્રકારની નકામી યાત્રા કરવી પડી શકે ! આપનો માનસિક તણાવ વધશે અને આપની માતાની તંદુરસ્તીની સમસ્યાથી આપ પરેશાન રહેશો. કોઇપણ નિર્માણની પ્રવૃત્તિ આપને ખૂબ જ કષ્ટ આપી શકે છે. આ સમયે આયાત-નિકાસ સાથે જોડાયેલ જાતકોએ સાવધાની રાખવાની રહેશે. વિદેશમાં રહેતા જાતકોએ કોઇપણ પ્રકારના ઝઘડામાં પડવું નહીં. શક્ય હોય તેટલું વાદ-વિવાદથી દૂર જ રહેવું.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે મંગળનું ગોચર અષ્ટમ ભાવમાં થશે. આ ભાવમાં મંગળનું ગોચર શુભ નથી માનવામાં આવતું. આ ગોચરના પ્રભાવથી આપને સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કોઇ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. લોહીના વિકારની સમસ્યા સતાવી શકે છે જેના માટે આપે ડૉકટરનો સંપર્ક સાધવો. આ સમયે સાસરી પક્ષ સાથે કોઇપણ પ્રકારની આર્થિક લેવડદેવડ ન કરવી. પત્ની સાથે પણ કોઇપણ પ્રકારનો વિવાદ ન કરવો. આ સમયે દાંપત્ય જીવનમાં કલેશની સમસ્યા સર્જાવાના યોગ છે. આ સમય દરમિયાન નાણાંનું રોકાણ પણ સમજી વિચારીને કરવું.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles