સનાતન ધર્મમાં દેવી દેવતાઓની પૂજા દરમિયાન ફૂલ અર્પણ કરવા શુભ માનવામાં આવે છે. ફૂલ અર્પણ કરવાથી દેવી દેવતા પ્રસન્ન થાય છે અને સમગ્ર પરિવાર તેમની કૃપા રહે છે. કોઈ પણ પ્રકારની પૂજા ફૂલો વગર પુરી થતી નથી. ફૂલોની સુગંધથી વાતાવરણ પવિત્ર થાય છે અને એનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. ભગવાનને કયા ફૂલ પસંદ હોય છે અને કયા ફૂલ પસંદ હોતા નથી તે અંગે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે.
ત્યારે ભગવાનને કયા ફૂલ અર્પણ ન કરવા જોઈએ તે અંગે અહી જાણકારી આપવામાં આવી છે.
ભગવાનને કયા ફૂલ અર્પણ ના કરવા?
ભગવાન રામની પૂજા કરવામાં શું ધ્યાન રાખવું?
ભગવાન રામને વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, ભગવાનની પૂજા દરમિયાન ક્યારેય પણ કરેણના ફૂલનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ફૂલના ઉપયોગને અશુભ માનવામાં આવે છે અને પરિવારે તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. જેથી ભગવાન રામને ક્યારેય પણ કરેણના ફૂલ અર્પણ ન કરવા જોઈએ.
માઁ પાર્વતીની પૂજા
કહેવામાં આવે છે કે, માઁ પાર્વતીની પૂજા દરમિયાન મદારના ફૂલ અર્પણ ના કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી માતાજીની નારાજગીનો સામનો કરવો પડે છે. કામ બગડવા લાગે છે. આ કારણોસર આ પ્રકારની ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ.
ભગવાન વિષ્ણુની પૂજા
પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન શ્રી હરિની પૂજામાં ભૂલથી પણ અગસ્ત્ય, માધવી અને લોધના ફૂલ અર્પણ ના કરવા જોઈએ. ભગવાન વિષ્ણુને આ ફૂલ બિલકુલ પણ પસંદ નથી. આ ફૂલનો ઉપયોગ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આર્થિક પ્રગતિ થતી નથી. ભગવાન વિષ્ણુને કમળ, મૌલસિરી, જુહી, કદંબ, કેવડા, જાસ્મીન, અશોક, માલતી, વાસંતી, ચંપા, વૈજયંતીના ફૂલો ખૂબ જ પ્રિય છે.
ભોલેનાથની પૂજા
ધાર્મિક વિધાન અનુસાર ભગવાન શિવની પૂજામાં કેવડો અથવા કેતકીના ફૂલનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ફૂલના ઉપયોગને અશુભ માનવામાં આવે છે. આ ફૂલ અર્પણ કરવાથી ભગવાન ભોળેનાથ નારાજ થઈ જાય છે. લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. ભગવાન શિવને ધતુરાના ફૂલ, હરસીંગર, નાગકેસરના સફેદ ફૂલ, સૂકા કમળ, ગટ્ટે, કનેર, કુસુમ, આક, કુશ વગેરે અર્પણ કરવામાં આવે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)