ઘણી વખત વ્યક્તિ એવા સંકટમાં ફસાઈ જાય છે જેમાંથી બહાર નીકળવું સંપૂર્ણપણે અશક્ય બની જાય છે. આ સ્થિતિમાં વ્યક્તિ કેટલાક ખૂબ જ સરળ ઉપાય કરીને તેની મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ શકે છે. ભોજનનો સ્વાદ વધારતું મીઠું આમાં ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે. શાસ્ત્રોમાં પણ મીઠાંના ઘણા ઉપયોગ જણાવવામાં આવ્યા છે.
નજર ઉતારવાથી લઈ ગૃહ કલેશ દૂર કરવા સુધી મીઠું ઘણું જ ઉપયોગી સાબિત થતું હોય છે. તો ચાલો જાણીએ મીઠાના આવા જ કેટલાક ઉપાયો વિશે.
નજર ઉતારવા માટે
કેટલીકવાર ખરાબ નજર લાગવાના કારણે વ્યક્તિમાં બિમારી, ચિડીયાપણું, માનસિક ચિંતા, ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ શરૂ થાય છે. આનાથી બચવા માટે મીઠાથી નજર ઉતારવામાં આવે છે. આની માટે એક મુઠ્ઠીમાં મીઠું લો અને તેને તમારા માથામાંથી સાત વખત ઉતારો પછી તેને પાણીમાં વહાવી દો. આ ઉપાય નજર ઉતરી જાય છે.
કંકાસ દૂર કરવા
કેટલીકવાર અકારણે જ ઘરમાં ઝગડા અને કંકાસ થતા હોય છે. જો આવું થતું હોય તો કાચના એક બાઉલમાં અથવા ગ્લાસમાં સિંધવ મીઠું નાખી તેને બેડરૂમમાં રાખો. મીઠું નકારાત્મક ઉર્જા દૂર કરે છે, જેના કારણે ઘરમાં શાંતિનો માહોલ જળવાય છે.
નકારાત્મકતા દૂર કરવા માટે
જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થતો હોય તો તેને દૂર કરવા માટે મીઠાના પાણીથી પોતું કરવું જોઈએ. અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીથી પોતું કરવામાં આવે તો ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે.
બરકત માટે
ઘરમાં બરકત માટે પણ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે એક કાચના બાઉલમાં થોડું મીઠું લો અને તેમાં ચાર-પાંચ લવિંગ નાંખો. હવે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી દો. તેનાથી ઘરમાં બરકત થશે.
લાંબી માંદગી દૂર કરવા
લાંબા સમયથી બીમારી વ્યક્તિના માથા પાસે એક કાચના વાસણમાં મીઠું મૂકવાથી તે વ્યક્તિની તબિયતમાં સુધારો થવા લાગશે. યાદ રાખો કે સમયાંતરે મીઠું બદલતા રહેવું જરૂરી છે.
વાસ્તુદોષ ટાળવા
કાચના બાઉલમાં આખું મીઠું ભરો અને આ બાઉલને બાથરૂમ અને ટોયલેટના ખૂણામાં મૂકી દો. દર મહિને બાઉલનું મીઠું બદલતા રહો, આવું કરવાથી વાસ્તુદોષ પણ દૂર થઈ જાય છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)