સનાતન પરંપરામાં ભગવાન સૂર્યના પુત્ર શનિદેવ વિશે એવી માન્યતા છે કે જે વ્યક્તિ પર તેમની કૃપા થાય છે તે રંક માંથી રાજા બની જાય છે, પરંતુ જો કોઈને તેમની વક્ર દ્રષ્ટિનો શિકાર બને છે કો તો તે રાજા માંથી રંક બની જતા વાર નથી લાગતી.
જન્મકુંડળીનો શનિ દોષ એ વ્યક્તિના જીવનમાં વિખવાદ, કષ્ટ અને તમામ પ્રકારની મોટી પીડાઓનું કારણ બને છે.
શનિ,જેના કારણે વ્યક્તિના જીવનમાં અચાનક મોટો ફેરફાર આવે છે, તેની જન્મજયંતિ આ વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે એટલે કે 19 મે 2023ના રોજ ઉજવવામાં આવશે. આવો જાણીએ આ દિવસે કરવામાં આવતી શનિ પૂજા સાથે સંબંધિત ચોક્કસ ઉપાય વિશે.
શનિ જયંતિની ઉપાસના કરવાની ઉત્તમ રીત
જો તમારી કુંડળીમાં શનિદોષ છે અને તેના કારણે તમે આ દિવસોમાં ઘણી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છો તો તેનાથી છુટકારો મેળવવા માટે તમારે શનિ જયંતિના દિવસે શનિદેવની પૂજા કરવાના ઉપાય અવશ્ય કરવો. હિંદુ માન્યતા અનુસાર, શનિદેવને સરસવનું તેલ ચઢાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તે અર્પણ કરવાનો પણ એક નિયમ છે
હિંદુ માન્યતા અનુસાર, શનિ જયંતિના દિવસે સ્નાન કર્યા એક કટોરામાં તેલ લો, તે તેલમાં તમારો ચહેરો જોવાનો પ્રયત્ન કરો અને પછી,’ઓમ શન શનૈશ્ચરાય નમઃ’ મંત્રનો જાપ કરો, શક્ય હોય તો જાય કરતી વખતે શનિદેવને આ તેલ અર્પણ કરો, એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી શનિ સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ જલ્દી દૂર થઈ જાય છે અને વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે.
શનિ દર્શનથી તમામ દુ:ખ દૂર થશે
હિંદુ માન્યતા અનુસાર શનિ જયંતિના દિવસે માત્ર શનિદેવની પૂજા જ નહીં પરંતુ દર્શન પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે શનિ જયંતિના દિવસે, જો શક્ય હોય, તો તમારે દેશના પવિત્ર શનિ ધામની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. હિંદુ માન્યતાઓ અનુસાર, મહારાષ્ટ્રમાં શનિ શિંગણાપુર મંદિર, તમિલનાડુમાં તિરુનાલરુ મંદિર અને ઉત્તર પ્રદેશના મથુરામાં સ્થિત કોકિલાવન ધામ શનિદેવની પૂજા અને દર્શન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
શનિ દોષથી બચવા રાખો આ બાબતોનું ધ્યાન
જો તમારી કુંડળીમાં શનિદોષ છે તો ઉપરોક્ત ઉપાયો કરવાની સાથે તમારે કેટલાક નિયમોનું પણ પાલન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની અનિષ્ટથી બચવા માટે વ્યક્તિએ શનિવારના દિવસે જૂતા અને ચપ્પલ ન ખરીદવા જોઈએ અને ન તો ક્યારેય કોઈ પાસેથી પગરખાં ગિફ્ટમાં લેવા ન જોઈએ. તેવી જ રીતે શનિદેવના પ્રકોપથી બચવા માટે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિ, નિચલા વર્ગના કે મજુર લોકોને પરેશાન ન કરવા જોઇએ
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)