fbpx
Thursday, December 26, 2024

તમારી પાસે આ ખાસ સિક્કા છે કે નહીં? આ ફેંગશુઈ ઉપાયથી તમને અપાર સંપત્તિ મળશે

ફેંગશુઈ શાસ્ત્ર અનુસાર વ્યક્તિના જીવનમાં શાંતિ, સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવવા માટે કેટલાંક ઉપાયો કરવામાં આવે છે. ફેંગશુઈનો ઉપયોગ કરવાથી ઘણી સારી અને શ્રેષ્ઠ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. જેમાં સૌભાગ્યની પ્રાપ્તિ માટે સૌથી મહત્વપૂર્ણ મનાય છે ફેંગશુઈના સિક્કા. સરળ દેખાતા આ સિક્કા ખૂબ જ ચમત્કારિક સાબિત થયા છે.

તે ફેંગશુઈ કોઈન્સ તરીકે ઓળખાય છે.

આ સિક્કાને ઘરના અલગ અલગ ભાગમાં સ્થાપિત કરવાથી તે અલગ અલગ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે છે. તેને ઘરમાં કોઇપણ જગ્યા પર લગાવી શકાય છે. જેમ કે ટેબલ, રૂમની અંદર કે રૂમની બહાર, ઘરના મુખ્યદ્વાર પર પણ તેને લગાવી શકાય છે. જો તમે પણ તમારા ઘરમાં સકારાત્મકતા વધારવા ઇચ્છતા હોવ તો આ પ્રયોગ અજમાવી શકો છો. ચાલો, આજે તેના ફાયદા વિશે જાણીએ.

ધનના પ્રવાહને વધારશે ફેંગશુઈ કોઇન્સ !

ધનના પ્રવાહમાં વૃદ્ધિ કરવા માટે ફેંગશુઇ કોઈન્સ ખૂબ જ કામમાં આવે છે. તેનો ઉપયોગ કરીને વ્યક્તિ જીવનમાં ખૂબ જ પ્રગતિ કરી શકે છે. ઘરમાં પ્રવેશ કરતાં સમયે સૌથી દૂર રહેલ સ્થાનની ડાબી બાજુને ધન રાખવાનું સ્થાન માનવામાં આવે છે. આ જગ્યા પર આ સિક્કાને લટકાવવા જોઇએ. માન્યતા અનુસાર તેનાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે. અને ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.

કારકિર્દીમાં સફળતાની પ્રાપ્તિ અર્થે

જો તમે નોકરી કરતાં હોવ તો ઑફિસમાં ડેસ્કની અંદર પણ આ સિક્કા રાખી શકાય છે. ફેંગશુઈ વાસ્તુ અનુસાર 10 સિક્કાની જોડને આ સ્થાન પર રાખવાથી જલ્દી જ આપને સફળતા પ્રાપ્ત થાય છે. જો આપની કોઇ દુકાન કે ફેક્ટરી છે તો આ સ્થાન પર તમે આ સિક્કાનો પ્રયોગ કરી શકો છો. તમે દુકાન કે ફેક્ટરીમાં જ્યાં પૈસા રાખતા હોવ તે જગ્યા પર ફેંગશુઈ સિક્કા રાખવાથી લાભની પ્રાપ્તિ થાય છે.

આ રીતે આપો સૌભાગ્યને આમંત્રણ !

સૂતા સમયે પથારીની નીચે ફેંગશુઈ સિક્કા જરૂરથી રાખવા જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી ઘરમાં સકારાત્મક ઊર્જા જળવાઇ રહે છે અને એ સૌભાગ્ય તેમજ ધનને આકર્ષિત કરે છે. આ સિક્કા પવિત્ર આભૂષણની જેમ જ કામ કરે છે !

પર્સ કે વોલેટમાં રાખો આ સિક્કા

ફેંગશુઈ વાસ્તુ અનુસાર પર્સ કે વોલેટમાં જો યોગ્ય વસ્તુ રાખવામાં આવે તો આપને તેનો ફાયદો જરૂરથી મળે જ છે. એટલે જ પર્સમાં ક્રેડિટ કાર્ડ અને ધનની સાથે સાથે આ સિક્કા પણ રાખવા જોઇએ. માન્યતા અનુસાર પર્સમાં આ સિક્કા રાખવાથી ખૂબ જ પ્રમાણમાં ધનનું આગમન થાય છે. આ સિક્કા ધનને પોતાની તરફ આકર્ષિત કરે છે.

ભૂલ્યા વિના કરો આ કામ

ફેંગશુઈ વાસ્તુ અનુસાર આ સિક્કાને ખરીદ્યા પછી તેને મીઠાવાળા પાણીથી અચૂકપણે સાફ કરવા જોઇએ. કારણ કે તે સિક્કામાં તેના જૂના માલિકની ઉર્જા હોય છે. એટલે એ જૂની ઊર્જાને દૂર કરી નવી સકારાત્મક ઊર્જાને આમંત્રણ આપવા આ કાર્ય કરવું ખૂબ જરૂરી મનાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles