fbpx
Thursday, December 26, 2024

વિઘ્નહર્તા મનોકામના પૂરી કરશે, સાત દિવસ કરો, બસ આ કાર્ય

ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં ગણપતિદાદાનું નામ લેવાય છે. તેમની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને બુધવારે. બુધવારે ગજાનંદની આરાધના ફાયદાકારક નિવડે છે. ગણપતિને સર્વ પ્રથમ પૂજનીય ભગવાનનો દરજ્જો પ્રાપ્ત છે. સાચા મનથી ગણપતિની પૂજા આરાધના કરવાથી સુખ સંપતિ પ્રાપ્ત થાય છે, જીવનના કષ્ટો દૂર થાય છે.

ગણેશની કૃપા મળવાથી તમામ કષ્ટોમાંથી છુટકારો મળે છે.

શાસ્ત્રોમાં બુધવારે ભગવાન ગણેશની પૂજા આરાધનાના મહત્વ અંગે જાણકારી આપવામાં આવી છે. બુધવારે વિઘ્નહર્તાની પૂજા કરવાથી ભક્તની બધી જ અડચાણો દૂર થાય છે. ત્યારે ભોપાલના જ્યોતિષી તથા પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ બુધવારે શું કરવાથી મનોકામના પૂર્ણ થાય તે અંગે જાણકારી આપી છે.

વ્યક્તિને કોઈ કામમાં સફળતા ન મળતી હોય, આર્થિક અને સામાજિક વૃદ્ધિ અટકી ગઈ હોય અને અવારનવાર પડકારો આવતા હોય તે સ્થિતિમાં સતત સાત બુધવાર સુધી ગણેશજીના મંદિરે જઈ તેમને સિંદૂર અર્પણ કરવું જોઈએ. ગણપતિજીને સિંદુર અર્પણ કરવાથી અટકી પડેલા કામ થવા લાગે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.

પરીક્ષાઓની તૈયારી કરી રહેલા છાત્રો માટે પણ બુધવારનું વ્રત લાભદાયક નીવડી શકે છે. આ માટે છાત્રો એ સાત બુધવાર સુધી દર બુધવારે ગણેશજીને મગની દાળના લાડવા પ્રસાદમાં ચડાવવા જોઈએ. આવું કરવાથી છાત્રોને શિક્ષણમાં ફાયદો મળતો હોવાનું માનવામાં આવે છે.

આર્થિક તકલીફનો સામનો કરનાર વ્યક્તિ સાત બુધવાર સુધી દર બુધવારે સફેદ ગાયને લીલો ઘાસચારો આપે તો તેની તકલીફમાં ઘટાડો થાય છે. ઘરમાં બરકત રહે છે. ધન અને ધાન્યના ભંડારો છલકાઈ જાય છે.

મનોકામનાની પૂર્તિ માટે પણ ગણપતિજીના સાત બુધવાર ફાયદાકારક નીવડી શકે છે. આ માટે ભક્તોએ ગણેશજીને લાડુ અર્પણ કરવુ જોઈએ એવી પણ માન્યતા છે કે ગણેશજીને લાડવાનો પ્રસાદ અર્પણ કરવાથી શ્રદ્ધાળુની બધી જ માન્યતાઓ પૂરી થાય છે.

ઘરમાં ગ્રહ કંકાસ રહેતો હોય તે સ્થિતિમાં પણ ગણેશજીનું વ્રત રાહત ઉપર નિવડે છે. આ માટે વ્યક્તિએ સાત બુધવાર સુધી દર બુધવારે ગણેશ મંદિરે જવાનું રહે છે. ત્યાં જઈને લીલો ઘાસચારો દાન કરો. તમે લીલા શાકભાજી પણ દાન કરી શકો છો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles