fbpx
Wednesday, December 25, 2024

12 વર્ષ પછી આ દિવસે આવી રહ્યો છે ‘વિપરીત રાજયોગ’, 4 રાશિઓનું ભાગ્ય ચમકશે

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહનું ખાસ મહત્વ છે. આ ગ્રહ એક સમયમાં અંતરાલથી એક રાશિમાંથી નિકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે. જેનો સકારાત્મક અને નકારાત્મક બન્ને અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે.

12 વર્ષ બાદ 22 એપ્રિલ 2023એ દેવ ગુરૂ બૃહસ્પતિ મીન રાશિમાંથી નિકળીને મેષ રાશિમાં પ્રવેશ કરી ચુક્યા છે. એવામાં શું હોય છે વિપરીત રાજયોગ અને તેનું કઈ રાશિ પર થશે શુભ અસર આવો જાણીએ.

શું છે વિપરીત રાજયોગ?
જ્યોતિષ શાસ્ત્રમાં વિપરીત રાજયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખૂબ જ શુભ યોગોમાં રાજયોગ પણ શામેલ છે. જ્યોતિષ ગણના અનુસાર બૃહસ્પતિ ગ્રહના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી વિપરીત રાજયોગ નિર્મિત થયો. વિપરીત રાજયોગ જાતકોને સફળતા પ્રાપ્ત કરાવે છે. આવા જાતકોને અદભુત શક્તિ પ્રાપ્ત થાય છે.

મિથુન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ મિથુન છે. તેમને દેવ ગુરૂ બૃહસ્પતિના ગોચરથી નિર્મિત વિપરીત રાજયોગ ખૂબ જ લાભ આપી શકે છે. મિથુન રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. તમને તમારા કરિયરમાં પ્રગતી થઈ શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. વ્યાપારમાં સારો નફો મળી શકે છે. જે તમે ક્યાંય પણ રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય પણ તમારા માટે શુભ રહેશે.

કર્ક
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ કર્ક છે તેમના માટે ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તનથી નિર્મિત વિપરીત રાજયોગ શુભ ફળદાયી માનવામાં આવી રહ્યો છે. લાંબા સમયથી અટકેલા કામ ગતિમાન થશે. આવકમાં વધારાના યોગ બની રહ્યા છે. કરિયરમાં પ્રગતિની સંભાવના છે. પ્રેમ અને દાંપત્ય જીવનમાં ખુશીઓ બની રહેશે.

કન્યા
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જે જાતકોની રાશિ કન્યા છે તેમના માટે વિપરીત રાજયોગ શુભ ફળદાઈ માનવામાં આવે છે. જુનું દેવું ઉતરી શકે છે. નોકરી વ્યાપારમાં પ્રગતીના યોગ છે. પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. દાંપત્ય જીવન સુખમય પસાર થશે.

તુલા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે જાતકોની રાશિ તુલા છે તેમના માટે વિપરીત રાજયોગ લાભકારી માનવામાં આવી રહ્યો છે. વ્યાપારી વર્ગને સારો નફો થશે. લાંબા સમયથી અટકેલું ધન પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે પરિવારનો સાથ મળશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles