fbpx
Tuesday, December 24, 2024

સરકારી નોકરી માટે મહેનત કરતા પહેલા જાણી લો આ રહસ્ય! હાથની આ રેખા આપશે સરકારી અધિકારી બનવાની તક!

સુવિધા અને સલામતીના કારણે યુવાનોને સરકારી નોકરી આકર્ષે છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ, ઘણીવાર મહેનત કરવા છતાં કેટલાક લોકોને ધારી સફળતા નથી મળતી. એ જ રીતે કેટલાક લોકોને ઓછી મહેનતમાં મનગમતી સરકારી નોકરી મળી જાય છે ! તેનું એક કારણ છે વ્યક્તિના હાથની રેખાઓ !

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર સરકારી નોકરી માટે મહેનતની સાથે સાથે ભાગ્યનો સાથ મળવો પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હથેળીની રેખાઓથી એ જાણી શકાય છે કે કયા વ્યક્તિના નસીબમાં સરકારી નોકરીનો યોગ બને છે અને કોના નસીબમાં સરકારી નોકરીનો યોગ નથી બનતો. હથેળીમાં રહેલા ઉભાર, રેખાઓ અને નિશાન વ્યક્તિના ભાગ્ય વિશે ઘણીબધી માહિતી આપતા હોય છે. એમાંથી જ કેટલાક નિશાન એવા છે જેના માધ્યમથી તમે જાણી શકો છો કે તમને સરકારી નોકરી મળશે કે કેમ ? તો ચાલો જાણીએ તે રેખા વિશે.

હાથમાં સરકારી નોકરીના યોગ !

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર હથેળીમાં રહેલ સૂર્ય પર્વત સરકારી નોકરી માટે ખૂબ મહત્વ ધરાવે છે. એ અનામિકા આંગળીની નીચે હોય છે. કહેવાય છે કે સૂર્ય પ્રબળ હોય તો તે વ્યક્તિનું માન સન્માન જીવનભર વધતું રહે છે. જો સૂર્ય પર્વત ઉપસેલો હોય અને સૂર્ય પર્વત પર સીધી રેખા નીકળતી હોય તો એવા જાતકોના નસીબમાં સરકારી નોકરીના યોગ વધી જાય છે. તેમને સરકારી નોકરી મળવાની શક્યતાઓ વધી જાય છે.

ગુરુ પર્વત

હથેળીમાં રહેલ ગુરુ પર્વત તર્જની આંગળીની નીચે હોય છે. ગુરુ પર્વત ઉપસેલો હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સીધી રેખા હોવાના કારણે એવા જાતકોને સરકારી નોકરી મળવાની શક્યતા વધી જાય છે.

ગુરુ પર્વત અને ભાગ્યરેખા

જે જાતકની હથેળીમાં ભાગ્ય રેખાથી કોઇ રેખા નીકળીને ગુરુ પર્વત તરફ જતી હોય તો એવા જાતકો બહુ ભાગ્યશાળી કહેવાય છે. એવા જાતકો વહિવટી અધિકારી બનવાની ક્ષમતા ધરાવે છે.

સૂર્ય પર્વત અને ભાગ્યરેખા

જો ભાગ્ય રેખાથી નીકળીને કોઇ રેખા સીધી જ સૂર્ય પર્વત પર જઇને મળતી હોય તો એવા વ્યક્તિ અત્યંત ભાગ્યશાળી હોય છે. આવા જાતકોને સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles