વૈદિક શાસ્ત્ર અનુસાર, કોઈ પણ પ્રકારની યાત્રા માટે ચંદ્ર ગ્રહ મજબૂત હોવો જરૂરી છે. હસ્તરેખા વિજ્ઞાનમાં હાથની રેખાઓના આધાર પર વ્યક્તિના ભવિષ્યનુ આકલન કરી શકાય છે. હાથની રેખાઓ કરિયર, ધન, વૈવાહિક જીવન અને સ્વાસ્થ્ય અંગે જણાવે છે. હાથની રેખાઓ પરથી જાણી શકાય છે કે જાતકોને વિદેશ જવાનો અવસર પ્રાપ્ત થશે કે નહિ.
આઓ જાણીએ હાથની કઈ રેખા વિદેશ જવાનો યોગ જણાવે છે.
– હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે લોકોના હાથની નાની આંગળી નીચે પર્વતથી રેખા હોય છે. તેમને વિદેશ જવાની તક મળે છે. જો આ રેખા ચંદ્ર પર્વત સુધી જાય તો પણ લોકોને વારંવાર વિદેશ જવાની તક મળે છે.
– જો રેખા મંગળ પર્વત પર જાય તો પણ વ્યક્તિને વિદેશ જવાની તક મળે છે. હથેળીના ચંદ્ર પર્વત પર સ્વસ્તિકનું ચિહ્ન હોય તો વ્યક્તિને વિદેશ પ્રવાસનો આનંદ લે છે.
– જો રેખા ચંદ્ર પર્વત છોડીને ગુરુ પર્વત પર પહોંચે છે તો આવા લોકોના વિદેશમાં લગ્ન થવાની સંભાવના રહે છે.
– હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જે લોકોના હાથમાં ચંદ્ર પર્વતથી શનિ પર્વત સુધીની રેખા હોય છે. તેઓ વિદેશમાં પ્રવાસ કરે છે અને એમાંથી ખૂબ પૈસા કમાય છે.
– જે લોકોના હાથમાં યાત્રા રેખા જીવન રેખા કરતાં જાડી અને ઊંડી હોય છે. એ લોકો વિદેશમાં જઈને સ્થાયી થાય છે. ઉપરાંત, જેમના હાથમાં ચંદ્ર પર્વતની નજીક ત્રિકોણનું ચિહ્ન હોય છે, તેઓ વર્લ્ડ ટુર કરે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)