હિંદુ ધર્મમાં દરેક દિવસે કોઈને કોઈ દેવી-દેવતાઓને સમર્પિત છે. તે રીતે ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને ગુરૂ દેવ બૃહસ્પતિને સમર્પિત છે. આ દિવસે વિધિ- વિધાનથી ભગવાન વિષ્ણુ અને ગુરૂ બૃહસ્પતિની પૂજા-અર્ચના કરવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પુરી થાય છે.
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવ ગુરૂ બૃહસ્પતિની પીળા ફૂલો, પીળા વસ્ત્ર, તુલસીના પાન, અક્ષત, ધૂપ, દીપ, પંચામૃત વગેરેથી પૂજન કરવું જોઈએ. ત્યાર બાદ આસન પર બેસીને વિષ્ણુ મંત્ર કે ગુરૂ મંત્રનો જાપ કરવો જોઈએ.
વૈવાહિક જીવનમાં આવશે ખુશીઓ
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં ખુશીઓ આવે છે. દામ્પત્ય જીવન સુખમય થાય તેના માટે પતિ-પત્નીની સાથે માતા વ્રત અને પૂજાન કરવી જોઈએ. બૃહસ્પતિવારે ગુરૂની પૂજા કરવાથી બૃહસ્પતિ મજબૂત થાય છે. જેનાથી જીવનમાં સફળતા મળે છે. લોકોને યશ, વૈભવ કીર્તિમાં વૃદ્ધિ મળે છે. ગુરૂના મજબૂત થવાથી વિવાહ સાથે જોડાયેલી અડચણો અને મુશ્કેલીઓ દૂર થાય છે. તેના માટે તમારે ગુરૂના બીજ મંત્રોનો જાપ કરવો જોઈએ.
ભગવાન વિષ્ણુનો ગાયત્રી મંત્ર
ગુરૂવારના દિવસે વિધિ-વિધાનથી પૂજા અર્ચના કર્યા બાદ વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. નાથી મનને શાંતિ મળે છે અને જીવનના દરેક કષ્ટ દૂર થઈ જાય છે.
ॐ नारायणाय विद्महे। वासुदेवाय धीमहि। तन्नो विष्णु प्रचोदयात्।।
વિષ્ણુજીનો બીજ મંત્ર
ગુરૂવારના દિવસે વિષ્ણુજીના બીજ મંત્રોમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરવો જોઈએ. આ જીવન માટે ખૂબ ફળદાયી હોય છે. પહેલો મંત્ર બૃહસ્પતિ દેવનો બીજ મંત્ર છે. તેના પાઠથી ગુરૂ દોષ સમાપ્ત થાય છે.
ओम बृं बृहस्पतये नम:।
ॐ गुं गुरवे नमः।
ॐ ऐं श्री बृहस्पतये नमः।
વિષ્ણુ મંત્ર
ગુરૂવારના દિવસે દરેક મનોકામનાની પૂર્તિ માટે વિષ્ણુ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી દરેક કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ બની રહે છે.
ओम नमो भगवते वासुदेवाय।
વિષ્ણુ કૃષ્ણ અવતરણ મંત્ર
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુના કૃષ્ણ અવતાર મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ તમારા દરેક કષ્ટોને દૂર કરે છે અને તમારા જીવનમાં ખુશીઓનો સંચાર થાય છે.
श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवाय।
સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ માટે વિષ્ણુ મંત્ર
ગુરૂવારના દિવસે સુખ સમૃદ્ધિ માટે વિષ્ણુજીના મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રના જાપથી ભગવાન વિષ્ણુના ભક્તો પર કૃપા બની રહે છે.
ओम भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।ओम भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।
ગુરૂવારના દિવસે વિધિ વિધાનથી પૂજા અને મંત્રોના જાપથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનના દરેક કષ્ટ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળે છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)