વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ નિશ્ચિત સમય માટે રાશિ પરિવર્તન કરે છે. આ દરમિયાન ગ્રહોના સંયોગથી યુતિનું નિર્માણ થાય છે. 17 જાન્યુઆરી 2023થી શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 16 મેના રોજ ચંદ્રમાં આ રાશિમાં પ્રવેશ કરશે.
જેના કારણે વિષ યોગ યુતિનું નિર્માણ થશે, જે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ યુતિ કઈ રાશિના જાતકો માટે હાનિકારક સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
કર્ક
શનિ અને ચંદ્રમાની આ યુતિથી કર્ક રાશિના જાતકોએ સાવધાન રહેવું. હાલના સમયે કોઈપણ નવા કામની શરૂઆત ના કરવી. કર્ક રાશિના જાતકો પર શનિ ઢૈય્યા ચાલી રહી છે, જેથી આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ના પડવું.
કન્યા
આ વિષ યોગ કન્યા રાશિના જાતકો માટે હાનિકારક સાબિત થશે. આઆ દરમિયાન તમારા શત્રુ તમને પરેશાન કરી શકે છે. ઓફિસમાં કોઈપણ પ્રકારની બેજવાબદારી ના દાખવવી. કાયદાકીય બાબતો હજુ આગળ વધી શકે છે.
મીન
આ વિષ યોગના કારણે મીન રાશિના જાતકો પરેશાન થઈ શકે છે. તમાર પર શનિ ઢૈય્યા ચાલી રહી છે. કોઈપણ નવા કામની શરૂઆત ના કરવી. પૈસાની બાબતોમાં ફસાઈ શકો છો. કોઈપણ વ્યક્તિ સાથે ઉધાર લેવડ દેવડ ના કરવી.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)