fbpx
Thursday, October 31, 2024

આ સરળ ઉપાય ભયંકર રોગોમાં પણ આપશે રાહત! આજે આ કરવાનું ભૂલશો નહીં

વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીમાં આજની અપરા એકાદશીનો સવિશેષ મહિમા છે. તેને ભદ્રકાળી એકાદશી અને અચલા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. જે લોકો અપરા એકાદશીનું વ્રત કરે છે તેમને ભગવાન વિષ્ણુની પરમ કૃપાની પ્રાપ્તિ થાય છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર મનુષ્ય દ્વારા જાણતા કે અજાણતા કરવામાં આવેલ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે અપરા એકાદશી સર્વોત્તમ માનવામાં આવે છે.

આ એકાદશીનું વ્રત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ તેમજ ધનની વૃદ્ધિ થાય છે. જો કોઇ લાંબા સમયથી બીમારીથી પીડિત હોય તો આ દિવસે તે એક વિશેષ ઉપાય દ્વારા પીડામાંથી મુક્તિની પણ પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આવો આ દિવસે અજમાવવાના વિશેષ ઉપાયો વિશે વાત કરીએ.

પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રજવલિત કરવો

જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે લાંબા સમયથી કોઇ બીમારીથી પીડિત છો અને તેમાંથી મુક્તિ મેળવવા ઇચ્છો છો તો અપરા એકાદશીએ પીપળાના વૃક્ષની નીચે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઈએ. અને તે સમયે ભગવાન વિષ્ણુના સહસ્ત્રનામનો પાઠ જરૂરથી કરવો જોઈએ. માન્યતા અનુસાર આ ઉપાયથી ભગવાન વિષ્ણુ અને આપના પૂર્વજો પ્રસન્ન થશે. તેમજ આપને થયેલી ગંભીર બીમારીમાંથી મુક્તિના આશિષ પ્રદાન કરશે.

હળદરની ગાંઠનો ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે નોકરી અને ધંધામાં પ્રગતિ મેળવવા ઇચ્છતા હોવ તો અપરા એકાદશીએ આખી હળદરની ગાંઠ ભગવાન વિષ્ણુને અર્પણ કરવી. તે સાથે જ “ૐ કેશવાય નમઃ” મંત્રની એક માળાનો જાપ અવશ્ય કરવો જોઈએ. તેનાથી આપની નોકરી અને ધંધાની સમસ્યાઓ દૂર થાય છે અને આપના જીવનમાં પ્રગતિના માર્ગ ખૂલી જાય છે.

તુલસીનો ઉપાય

ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ છે તે અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. કારણ કે, તુલસીજી પણ સ્વયં લક્ષ્‍મી સ્વરૂપા છે. એક માન્યતા અનુસાર માતા તુલસી પણ એકાદશીના અવસરે નિર્જળા વ્રત રાખે છે. એટલે, આ દિવસે ભૂલથી પણ તુલસીજીના છોડને પાણી અર્પણ ન કરવું જોઈએ. તે જ રીતે, તેમને સ્પર્શ કરવો કે તુલસીપત્રને તોડવું પણ આ દિવસે વર્જીત મનાય છે. હાલ, તમારે આસ્થા સાથે તુલસીના દર્શન કરવા જોઈએ. તેમજ તેમની પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરવી જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles