અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. દરેક દિવસનું પોતાનું મહત્વ, રંગ અને ઓળખ છે. રંગોનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે, કેમ કે રંગો આપણા જીવનના કારક છે. જો દિવસ પ્રમાણે રંગ પસંદ કરીને કપડાં પહેરવામાં આવે તો તે લાભદાયક બની જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે તમે કયા રંગના કપડા પહેરશો, તો તમને લાભ થશે.
જે લોકો સ્વચ્છતાના નિયમોનું પાલન કરે છે અને સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખે છે, આવા લોકો પર લક્ષ્મીજીની કૃપા સદાય બની રહે છે. સ્વચ્છતાનું ધ્યાન રાખવાથી વ્યક્તિ રોગોમાંથી મુક્તિ મેળવે છે. સ્વાસ્થ્ય સારું રહેવાથી મન અને મગજ સારું રહે છે, જેના કારણે વ્યક્તિ સારી રીતે કામ કરે છે.
શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીને સમર્પિત છે. કહેવાય છે કે માતાને ગુલાબી રંગ ખૂબ પ્રિય છે. તેથી જો આ દિવસે ગુલાબી રંગના કપડાં પહેરવામાં આવે તો તેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. ગુલાબી સિવાય તમે લાલ, મરૂન, ડાર્ક બ્લૂ વગેરે રંગના કપડાં પણ પહેરી શકો છો. તમે ફ્લોરલ પ્રિન્ટ ધરાવતા કપડાં પણ પહેરી શકો છો.
શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમે લાલ રંગના વસ્ત્રો પણ પહેરી શકો છો, કેમ કે માતારાણીને લાલ રંગ પણ ખૂબ પસંદ છે.
શુક્રવારે ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે તો તેનાથી લક્ષ્મીજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્ત પર વિશેષ કૃપા વરસાવે છે. આપણા શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ભાગ્યની દેવી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે દર શુક્રવારે દેવી લક્ષ્મીને ચઢાવવામાં આવેલુ અત્તર લગાવી ગુલાબી રંગના કપડા પહેરાવાથી ભાગ્ય ચમકે છે અને ઘર ધન સંપત્તિથી ભરાઈ જાય છે.
આ દિવસે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે દાન કરવું જોઈએ. ધન પ્રાપ્તિ માટે શુક્રવારે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ, ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા મળે છે. આ સિવાય આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે દર શુક્રવારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આ દિવસે તમે પીળા કપડા પણ પહેરી શકાય છે.
શુક્રવારના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને મા લક્ષ્મીને ખીર અર્પણ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તમે તમારા વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ, તો તમારે શુક્રવારના દિવસે વ્રત પણ કરવું જોઈએ. માન્યતા છે કે અપરિણીત છોકરીઓ જો શુક્રવારનુ વ્રત કરે તો તેમને યોગ્ય વર મળે છે. આ દિવસે તમે લાલ કપડા પણ પહેરી શકો છો.
શુક્રવારના દિવસે કામ અને વ્યવસાય પ્રમાણે રંગ
વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કોઈપણ રંગના કપડા પહેરવા શુભ હોય છે, પરંતુ જો આ દિવસે લાલ કપડા પહેરવામાં આવે તો તે શ્રેષ્ઠ છે, કારણ કે આ દિવસને જગત જનની માતાનો દિવસ ગણવામાં આવે છે.
શુક્રવારના દિવસે લાલ રંગના કપડા પહેરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જો વેપાર સાથે જોડાયેલા લોકો આ દિવસે લાલ રંગના કપડા પહેરે છે, તો તેમને વધુ સફળતા મળવાની શક્યતા છે.
જો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેતા વિદ્યાર્થીઓ શુક્રવારે લાલ રંગના કપડા પહેરે તો તેમનો બૌદ્ધિક વિકાસ ઝડપથી થાય છે અને તેમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા વધે છે.
શુક્રવારના દિવસે તમામ રંગોના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે, જો કે આ દિવસે કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. માનવામાં આવે છે કે આ દિવસે કાળા કપડા પહેરવાથી વ્યક્તિની અંદર નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલા માટે શુક્રવારે કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)