આજે શનિ જયંતિ છે અને શનિ જયંતિના દિવસે શોભન, શશ અને ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ કારણોસર આજે શનિ જયંતિનું મહત્ત્વ વધી ગયું છે. સૂર્યાસ્ત પછી શનિદેવની પૂજા કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય છે.
શનિદેવના આશીર્વાદ મેળવવા અને શનિ સાઢેસાતી, શનિ ઢૈય્યા અને મહાદશાથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિના દિવસે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ. જેથી શનિ દોષ અને આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે તથા તમામ પરેશાની દૂર થશે.
શનિ જયંતિના દિવસે કરો આ ઉપાય
તમામ પરેશાની દૂર થશે
સાંજે પીપળાના ઝાડ પાસે 5 તલ અથવા સરસિયાના તેલનો દીવો કરો અને હાથ જોડીને પરિક્રમા કરો. ત્યાર પછી શનિ સાઢેસાતી તથા શનિ ઢૈય્યાતી પ્રભાવિત વ્યક્તિએ હનુમાન મંદિરમાં જવું અને હનુમાનજી સામે ચમેલીના તેલનો દીવો કરીને હનુમાન ચાલીસાના પાઠ કરો. આ પ્રકારે કરવાથી શનિદોષથી મુક્તિ મળશે અને તમામ પરેશાની દૂર થશે.
શનિદોષથી મુક્તિ ફળશે
શનિ જયંતિના દિવસે સાંજે એક નારિયેળ લો અને સાત વાર તમારી પરથી ઉતારી લો અને વહેતા પાણીમાં પ્રવાહિત કરો. જેની સાથે કાળી અડદની દાળ પીસીને તેની ગોળીઓ માછલીઓને ખવડાવો. આ પ્રકારે કરવાથી શનિની અશુભ દૂર થશે અને તમામ સમસ્યાથી મુક્તિ મળશે.
સૌભાગ્યમાં વૃદ્ધિ થશે
સુખ સૌભાગ્યમાં વૃદ્ધિ કરવા માટે સાંજે ઘરના મુખ્ય દરવાજા પર સરસિયાના તેલનો દીવો કરો. શનિ મંદિરે જઈને શનિદેવ પર કાળા તલ અને સરસિયાનું તેલ અર્પણ કરો. હવે શનિ સ્તોત્ર અને શનિ ચાલીસાના પાઠ કરો. ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરો. આ પ્રકારે કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે અને પરિવારના સભ્યોની તરક્કી થશે.
શુભ ફળ પ્રાપ્ત થશે
શનિ જયંતિના દિવસે સવારે છાયા દાન નથી કરી શક્યા તો સાંજના સમયે પણ છાયા દાન કરી શકાય છે. જે માટે કાંસા અથવા લોખંડની વાટકીમાં સરસિયાનું તેલ લો અને સિક્કો રાખો. હવે તેમાં તમારો ચહેરો જોવો અને વાટકી સહિત તે તેલ શનિ મંદિર અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. આ પ્રકારે કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે અને શનિદેવની કૃપાથી આર્થિક સમસ્યાથી મુક્તિ મળશે.
સંકટ દૂર થશે
તમામ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે શનિ જયંતિએ સાંજે કાળા શ્વાનને સરસિયાના તેલવાળી રોટલી ખવડાવો. આ પ્રકારે કરવાથી શનિદોષ દૂર થશે. જીવનમાં સૌથી મોટું સંકટ આવતુ હશે તો પણ દૂર થઈ જશે. કાળા શ્વાનને રોટલી ખવડાવવાથી શનિ અને રાહુની અશુભ અસર દૂર થશે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)