અઠવાડિયાના સાતેય દિવસો વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત છે. શનિવારે તેના નામ પ્રમાણે શનિદેવને સમર્પીત છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તે લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. જો કોઈ વ્યક્તિ પર શનિદેવની વક્ર દ્રષ્ટિ પડે તો તેમને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. શનિદેવની કૃપાથી વ્યક્તિ જીવનમાં ઘણી પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરે છે.
શનિવારના ઉપાય
-જે વ્યક્તિ શનિવારે સૂર્યોદય પછી પીપળના ઝાડની પૂજા કરે છે, પાણી અર્પણ કરે છે અને તેલનો દીવો પ્રગટાવે છે, તેને હંમેશા શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
-શનિવારે કૂતરાને રોટલી ખવડાવવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે. એટલા માટે શનિવારના દિવસે કાળા કૂતરાને સરસવના તેલમાં મસળીને રોટલી ખવડાવવી જોઈએ.
-ધાર્મિક માન્યતાઓ શનિવારે ઘરમાં ગુગળનું ધુપ કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાં હાજર તમામ નકારાત્મકતા ધુમાડાની સાથે જ નીકળી જાય છે અને ઘરના લોકોનું સ્વાસ્થ્ય પણ સુધરે છે.
-શનિવારે સાંજે સૂર્યાસ્ત પછી શનિ મંદિરમાં જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવામાં થોડા કાળા તલ અવશ્ય મુકો. આવું કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે.
શનિદેવની કૃપા મેળવવા અને કુંડળીમાંથી સાડા સાતીનો પ્રભાવ ઓછો કરવા માટે શનિવારે શનિદેવના મંત્રો અને ચાલીસાનો પાઠ કરવો જોઈએ.
-શનિદેવની કૃપા મેળવવા અને કુંડળીમાંથી શનિ દોષ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. ખાસ કરીને શનિવારે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)