સામાન્ય રીતે ઘરમાં વડીલો ઘણી બધી વસ્તુને લઇ રોક-ટોક કરતા રહે છે. એમના રોકટોક પાછળ હિન્દુ ધાર્મિક ગ્રંથોના એવા નિયમો જોડાયેલા છે જેને માનવું દરેક વ્યક્તિ માટે લાભકારી હોઈ શકે છે. એમા મનુષ્યના સવારે ઉઠવા, ખાવા અહીં સુધી કે સ્નાન માટે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન કરી રહ્યા છે તો એમના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશી બનેલી રહે છે. એ જ ક્રમમાં આજે તમને ભોપાલના નિવાસી જ્યોતિષી તેમજ વાસ્તુ સલાહકાર હિતેન્દ્ર કુમાર જણાવશે કે શાસ્ત્રો અનુસાર નિર્વસ્ત્ર થઇ સ્નાન કરવું શુભ હોય છે કે અશુભ.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, એક સમયે ગોપીઓ એક તળાવમાં નિર્વસ્ત્ર સ્નાન કરતી હતી. આ દરમિયાન બાલકૃષ્ણે તે બધાના કપડા છુપાવી દીધા હતા. આ જોઈને ગોપીઓ ચોંકી ગઈ અને પરેશાન થઈ ગઈ અને તેમને પોતાનાં વસ્ત્રો પાછા આપવા વિનંતી કરવા લાગી.
બધી ગોપીઓને વસ્ત્રો પાછા આપતા, ભગવાન કૃષ્ણએ તેમને અહેસાસ કરાવ્યો કે ક્યારેય નિર્વસ્ત્ર સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી પાણીના દેવતા વરુણનું અપમાન થાય છે. માત્ર ખુલ્લી જગ્યામાં જ નહીં પરંતુ બંધ બાથરૂમમાં પણ કોઈ વ્યક્તિએ નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. આમ કરવાથી તેમને શારીરિક અને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે.
લોક માન્યતાઓ અનુસાર, જો કોઈ વ્યક્તિ નિર્વસ્ત્ર સ્નાન કરે છે, તો તેના શરીરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. જેના કારણે તે વ્યક્તિની માનસિકતા પણ નકારાત્મક બની જાય છે.
ગરુડ પુરાણ અનુસાર, જે વ્યક્તિ નિર્વસ્ત્ર સ્નાન કરે છે તેને પિતૃદોષ લાગી શકે છે. આ એટલા માટે છે કારણ કે એવું માનવામાં આવે છે કે મૃત પૂર્વજો હંમેશા તમારી આસપાસ હાજર હોય છે. આમ કરવાથી તમારા વડવાઓને સંતોષ નથી મળતો, જેના કારણે પિતૃદોષ થઈ શકે છે. આ કારણે પિતૃઓ ક્રોધિત થઈ શકે છે અને બળ, ધન, સુખ અને કીર્તિને નુકસાન પહોંચાડી શકે છે.
ધાર્મિક શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ કપડાં વગર સ્નાન કરે છે એનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થઇ શકે છે. માતા લક્ષ્મી નારાજ થવાથી મનુષ્યની કુંડળીમાં ધન યોગ કમજોર થઇ શકે છે અને એમની આર્થિક સ્થિતિ બગડી શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)