fbpx
Friday, November 1, 2024

રજનીગંધા દૂર કરશે દાંપત્ય જીવનના અણબનાવ! જાણો કઈ દિશામાં છોડ રાખવાથી મળશે સુખ-સમૃદ્ધિ?

જ્યારે તમે સુગંધિત પુષ્પ વિશે વિચારી રહ્યા હોવ, ત્યારે રજનીગંધાનું નામ પહેલાં યાદ આવતું હોય છે. રજનીગંધાના ફૂલ ખૂબ જ સુગંધિત ફૂલ માનવામાં આવે છે. તેની સુગંધથી આખું ઘર મહેંકી ઉઠતું હોય છે. અલબત્, ઘણાં ઓછાં લોકો એ જાણતા હશે કે વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ આ છોડ આગવું જ મહત્વ ધરાવે છે.

રજનીગંધાના પુષ્પ માત્ર ઘરને જ નથી મહેંકાવતા, પરંતુ, તે ઘરમાં રહેનારના જીવનને પણ મહેંકાવી દે છે.

રંજનીગંધા પુષ્પનો મહિમા

ઘરના વાતાવરણને સુગંધિત બનાવવા માટે મોટાભાગે લોકો સુગંધિત પુષ્પના છોડ લગાવવાનું પસંદ કરે છે. જેમાં રજનીગંધાના પુષ્પનો છોડ લોકોને ખાસ આકર્ષે છે. જો આ છોડ ઘરમાં કે ઘરના બગીચામાં હોય તો આખું ઘર અને શેરી મહેંકી ઉઠે છે. રજનીગંધાના છોડનો ઉપયોગ પૂજા-પાઠમાં કરવામાં આવે છે. તેના ફૂલોમાંથી તેલ અને અત્તર પણ બનાવવામાં આવે છે. કારણ કે, તેમાં ઘણાં પ્રકારના ઔષધીય ગુણો હોય છે. એવી જ રીતે રજનીગંધાનો છોડ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે.
વાસ્તુશાસ્ત્રમાં રજનીગંધાના છોડને ધન, સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહે છે કે તેને ઘરમાં રાખવાથી આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે ! વાસ્તુના જાણકારોના જણાવ્યા અનુસાર રજનીગંધાનો છોડ જો ઘરમાં યોગ્ય દિશામાં લગાવવામાં આવે તો તેની ખૂબ જ સારી અસર ઘરમાં જોવા મળે છે. એટલું જ નહીં, તે પતિ-પત્ની વચ્ચેના અણબનાવને પણ દૂર કરી દે છે !

રજનીગંધાને ઘરમાં રાખવાની યોગ્ય દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર રજનીગંધાનો છોડ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં જ લગાવવો જોઇએ. આ દિશામાં છોડ લગાવવાથી તે સવિશેષ લાભદાયી બની રહે છે. અને તે ઘરમાં રહેનારાઓનું જીવન સુખ, સમૃદ્ધિથી પરિપૂર્ણ રહે છે.

રજનીગંધા છોડના લાભ

⦁ પતિ-પત્ની વચ્ચે જો અણબનાવ ચાલી રહ્યો હોય તો ઘરના આંગણામાં રજનીગંધાનો છોડ લગાવવો જોઇએ. તમે કુંડામાં પણ આ છોડ લગાવી આંગણામાં મૂકી શકો છો. કહે છે કે તેનાથી પતિ-પત્નીના સંબંધો ધીમે ધીમે મજબૂત બને છે. તેમજ તેમની વચ્ચે પ્રેમ પણ વધે છે.

⦁ માન્યતા અનુસાર રજનીગંધાનો છોડ અનેક પ્રકારના વાસ્તુદોષને દૂર કરે છે.

⦁ રજનીગંધાના છોડને ઘરના આંગણામાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે

⦁ ઘરની પૂર્વ અને ઉત્તર દિશામાં રજનીગંધાનો છોડ લગાવવાથી ઘરમાં દરેક પ્રકારની પ્રગતિ થાય છે. તેમજ ધન પ્રાપ્તિના નવા માર્ગ પણ ખૂલી જાય છે.

⦁ રજનીગંધા છોડના પ્રતાપે જ વ્યક્તિની કારકિર્દીમાં સફળતા અને પ્રગતિના યોગ પણ સર્જાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles