હિંદુ ધર્મમાં ખાસ તિથિઓની જેમ સપ્તાહના તમામ દિવસો પણ ખૂબ મહત્વના છે. દરેક દિવસ કોઇને કોઇ દેવી દેવતાના સમર્પિત છે. તેથી લોકો પોતાની શ્રદ્ધા અને આસ્થા પ્રમાણે જે તે તિથિ કે દિવસે વ્રત રાખે છે અથવા તો કોઇ ખાસ વિધિ કે પૂજા કરે છે. તેવી જ રીતે રવિવારનો દિવસ ગ્રહોના રાજા સૂર્ય દેવને સમર્પિત માનવામાં આવે છે.
દરરોજ વહેલી સવારે બ્રહ્મ મૂહુર્તમાં ઉઠીને સૂર્ય દેવને અર્ધ્ય ચઢાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ જો તમે રવિવારે વહેલી સવારે ઉઠીને સૂર્યદેવને જળ અર્પિત કરો તો તેનાથી તમને વિશેષ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તમારા ભાગ્યના બંધ દરવાજાઓ ખુલી જાય છે અને જીવનમાં ખુશહાલીઓ આવે છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર રવિવારે સૂર્યદેવને જળ ચઢાવવા ઉપરાંત જો તમે અન્ય ઉપાયો કરશો તો તમારા જીવનમાં સુખ અને સંપત્તિ આવશે.
પીપળા નીચે કરો દીવો
શું તમારું ભાગ્ય તમારો સાથ નથી આપતું? તો તમારે રવિવારે પીપળા નીચે લોટમાંથી બનાવેલો ચાર મુખવાળો દીવો પ્રગટાવવો જોઇએ. આ દીવામાં સરસવનું તેલ નાખવું જોઇએ. આ ઉપાય કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થશે. આ સાથે જ મોટા વડલા પાસે જઈને ત્યાંથી તેનો તૂટેલો ભાગ લઈ આવો અને તેના પર તમારા મનની ઈચ્છાઓ લખો. તેને વહેતા પાણીમાં પધરાવાથી તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.
બાબુલને દૂધ ચઢાવો
ધન અને સમૃદ્ધિ મેળવવા માટે રવિવારે સૂર્ય દેવની પૂજા કરીને મંત્રોનો જાપ કરે. રાત્રે તમારા માથા પાસે એક ગ્લાસ દૂધ રાખીને સૂવો. બીજા દિવસે સવારે આ દૂધને બાવળ (બાબુલ)ના ઝાડના મૂળમાં નાખી દો. માન્યતા અનુસાર આમ કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની વર્ષા થશે.
રવિવારે ખરીદો ઝાડું
હિંદુ શાસ્ત્રો અનુસાર રવિવાર સાવરણી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે. તેથી 3 સાવરણી ખરીદો. સોમવારે આ ત્રણેય સાવરણીઓને તમારા નજીકના મંદિરમાં દાનમાં આપી દો. કહેવા છે કે આ ઉપાય કરવાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે અને જીવનમાં સુખ-સંપત્તિ આવે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, સૂર્ય દેવના આશીર્વાદ મેળવવા માટે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ ઉગતા સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ. પરંતુ આ માટે માત્ર તાંબાના લોટાનો જ ઉપયોગ કરવો જોઈએ. આ સાથે ફૂલ, રોલ, અક્ષત અને મિશ્રી પણ અર્પણ કરવા જોઈએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)