કોઈ પણ ધાર્મિક કે માંગલિક કાર્ય હોય, સર્વપ્રથમ ગણપતિ ભગવાનની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક શાસ્ત્રોના અનુસાર ગણપતિ પૂજન વિના કોઈ પણ કાર્ય પૂર્ણ નથી માનવામાં આવતું. વિનાયક ચતુર્થી પર ભગવાન ગણેશ માટે વ્રત કરીને તેમની ઉપાસના કરવામાં આવે છે.
આ પર્વનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ વર્ષે વિનાયક ચતુર્થીનું વ્રત 23 મેએ રાખવામાં આવશે. આ વખતે આ પર્વ ખાસ સંયોગમાં ઉજવવામાં આવશે. એવામાં આવો જાણીએ શુભ મુહૂર્ત અને આ સંયોગના વિશે…
શુભ મુહૂર્ત
હિંદુ પંચાગ અનુસાર આ વર્ષે વિનાયક ચતુર્થીની તિથિ 22 મેએ રાત્રે 11 વાગીને 55 મિનિટથી શરૂ થઈ રહી છે અને 24 તારીખે સવારે 10.32 મિનિટ પર સમાપ્ત થશે. એવામાં ઉદયાતિથિ અનુસાર વિનાયક ચતુર્થીનું વ્રત 23 મેએ રાખવામાં આવશે.
દોષથી મુક્તિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે વિનાયક ચતુર્થીના દિવસે મોટુ મંગલ પણ પડી રહ્યું છે. આ દિવસે મહાબલી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એવામાં જે લોકોની કુંડળીમાં રાહુ-કેતુ કે મંગળ દોષ છે. તેવા લોકો માટે વિનાયક ચતુર્થીનો દિવસ ખૂબ જ ખાસ છે.
આ દિવસે ભગવાન ગણેશ અને હનુમાનજીના આશીર્વાદથી દરેક દોષ દૂર થઈ જાય છે. કારણ કે ગણપતિ બાપ્પાની પૂજાથી રાહુ-કેતુના દુષ્પ્રભાવથી મુક્તિ મળે છે. ત્યાં જ બજરંગ બલીની અરાધનાથી મંગળ દોષનો પ્રભાવ ઓછો થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)