આજે 24 મે બુધવારે સવારે 8.27 મિનિટ પર ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે 26 મે શુક્રવારે રાત્રે 8 વાગ્યાને 50 મિનિટ સુધી રહેશે.
એ ઉપરાંત 24 મેના રોજ રવિ યોગ પણ બની રહ્યો છે. 25 મેના રોજ રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ બનશે. એ ઉપરાંત 26 મેના રોજ રવિ યોગ સવારથી સાંજ સુધી છે. આજે બની રહેલ ગજકેસરી યોગ ત્રણ દિવસ સુધી ત્રણ રાશિના જાતકોને શુભ ફળ આપશે. આઓ જાણીએ ગજકેસરી યોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે.
જ્યારે ચંદ્ર અને ગુરુ એક રાશિમાં એકસાથે હોય છે અથવા જ્યારે ચંદ્ર રાશિના ચોથા, સાતમા અને દસમા ઘરમાં હોય છે જેમાં ગુરુ રહે છે, ત્યારે ગજકેસરી યોગ રચાય છે. આ ખૂબ જ શુભ યોગ છે. આજે 24 મેના રોજ સવારે 08:27 થી 26 મેના રોજ રાત્રે 08:50 વાગ્યા સુધી ચંદ્ર કર્ક રાશિમાં છે અને ગુરુ મેષ રાશિમાં છે. ગુરુ અને ચંદ્રની આ સ્થિતિથી ગજકેસરી યોગ બને છે.
તમારી રાશિના લોકોને પૈસા મળશે. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય સાનુકૂળ છે. તમારી આવક વધી શકે છે, નોકરી કરતા લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. તમારા બોસ પણ ખૂબ ખુશ થશે. તમને સરકાર તરફથી લાભની તક મળી શકે છે. વેપારમાં લાભ થશે.
ગજકેસરી યોગના કારણે તમારી કીર્તિ અને યશમાં વધારો થશે. અચાનક ધનલાભનો યોગ બની રહ્યો છે. તમે તમારા માટે નવું વાહન ખરીદી શકો છો. સુખ-સુવિધાઓમાં વધારો થશે. આજનો દિવસ ધનલાભનો છે, આજે તમારી આર્થિક બાજુ સારી રહેશે. તમને મનપસંદ ભોજન મળશે. કોઈપણ નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. તમારું કામ બનતું જશે.
તમારી રાશિના જે લોકો વેપાર કરે છે, તેમને ગજકેસરી યોગના કારણે સારો ફાયદો થશે. નોકરી મેળવવામાં તમને સફળતા મળશે. તમારા જીવનસાથીને કોઈ સારા સમાચાર મળી શકે છે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે, તેમના માટે પણ સમય સારો છે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે, જે ફાયદાકારક રહેશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)