fbpx
Tuesday, January 21, 2025

શનિ થવા જઈ રહ્યો છે વક્રી, આ 5 રાશિના લોકોને આવી શકે છે મુશ્કેલી

મેષ
આવનાર દિવસોમાં તમે વર્કહોસિક થઈ શકો છો. જેના કારણે તમને શારીરિક થાક અને માનસિક થાક થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મુશ્કેલીઓ વધી શકે છે.

વ્યાપારમાં નુકસાન ઉઠાવવો પડી શકે છે. પરંતુ તમારે શાંત રહેવાની જરૂર છે. તમારા આવનાક સમયમાં આજ શનિ દેવ તમને આશા કરતા વધારે લાભ પણ આપવાના છે.

કર્ક
શનિના વક્રી હોવા પર તમારે સતર્ક કહેવાની જરૂર છે. તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી પોતાને બચાવવાનું રહેશે. વાહન ચલાવતી વખતે ખૂબ સતર્ક રહેવું. દુર્ઘટનાની આશંકા છે.

તમારા સ્વાસ્થ્યને કોઈ પણ હાલતમાં નજરઅંદાજ ન કરો. નહીં તો તમે બિમાર થઈ શકો છો. નજીકના ભવિષ્યમાં શનિ દેવ તમને ફરીથી ઉન્નતિના શિખર પર પહોંચાડશે.

કન્યા
તમારી થોડી ચૂક તમને મુશ્કેલીમાં મુકી શકે છે. સટ્ટા બજારથી પોતાને બચાવીને રાખો. આવક અનુસાર ખર્ચામાં વધારો થઈ શકે છે.

પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ તમને હેરાન કરી શકે છે. ભાઈ-બહેનની સાથે તમારે વિવાદ વધી શકે છે. પરંતુ તમે શાંતિ રાખો. ધીરે ધીરે કરીને બધા સંકટ ટળી જશે. તમને કોઈ જુની સંપત્તી પણ મળી શકે છે.

વૃશ્ચિક
ખાસ કરીને તમારા માતાજીનું સ્વાસ્થ્ય ખરાબ થવાની આશંકા છે. કોર્ટ-કચેરીમાં ચાલી રહેલા કેસમાં તમારા વિરૂદ્ધ નિર્ણય આવી શકે છે.

પરણિત જાતકોને સંબંધમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. વ્યાપારમાં કંઈક હાનીની સ્થિતિ રહેશે. આ બધા છતાં શનિદેવની કૃપા અને તમારી સમજદારીથી તમે દરેક પડકારનો સામનો કરી શકશો.

મકર
તમારી વાણી તમારૂ મોટુ નુકસાન કરાવી શકે છે. તમે આવેશમાં એટલું કડવું બોલી શકો છો કે તે લોકોને પચશે નહીં. આમ કરવાથી બીજાની સાથે તમારો સંબંધ ખરાબ થઈ જશે.

પરિવારના સદસ્યોમાં તાલમેલની કમી આવી શકે છે. પ્રેમ સંબંધો માટે આ સમયગાળો સારો રહેશે. તમારા માટે થયેલા જુના રોકાણથી તમને લાભ થઈ શકે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles