fbpx
Monday, January 20, 2025

ગુરુવારે હળદરના આ ચમત્કારી ઉપાય કરો, તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે

આપણા ધર્મ ગ્રંથો અને હિંદુ શાસ્ત્રોમાં સપ્તાહના દરેક દિવસ અથવા તો વારને કોઇને કોઇ દેવી કે દેવતાને સમર્પિત કરવામાં આવ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જો તે દિવસે જે-તે દેવી દેવતાની પૂજા કરવામાં આવે તો તેનું ખાસ ફળ ભક્તોને મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુરૂવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ પણ ગુરૂવારે પીળી વસ્તુઓના ઉપાય કરવાની સલાહ આપે છે.

તો આજે અમે તમને હળદરના ઉપાયો કે ટોટકાઓ જણાવીશું જે તમે ગુરૂવારે કરશો તો તમારું ભાગ્ય બદલી જશે.

ગુરૂવારે કરો હળદરના આ વિશેષ ઉપાયો

– જો તમે નોકરી ધંધો કે કરિયર સંબંધિત કોઇ વાતથી પરેશાન છો તો ગુરૂવારે હળદરનો ઉપાય કરો. તે માટે દરરોજ પાણીમાં થોડી હળદર મિક્સ કરીને સ્નાન કરો. તેનાથી તમને કરિયરમાં ગ્રોથ મળશે.

– કોઇ ખાસ ઉદ્દેશની પૂરતી કરવા હેતુ તમે ગુરૂવારના દિવસ ભગવાન શ્રીગણેશની પૂજા કરીને તેને હળદરનું તિલક લગાવો. ત્યાર બાદ તમારા કપાળ પર પણ હળદરનું તિલક લગાવો. આ ઉપાય કરવાથી વ્યક્તિના તમામ કામ સરળતાથી સફળ થવા લાગે છે.

– આર્થિક તંગીનો સામનો કરી રહેલા લોકોએ ગુરુવારે લાલ રંગના કપડામાં હળદરની પાંચ પોટલીઓ બાંધીને તિજોરીમાં રાખવી જોઈએ. આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થઈ જાય છે અને ઘરમાં પૈસાની આવક પણ વધવા લાગશે.

– જો તમારી કુંડળીમાં ગુરુ ખરાબ અસરો કરી રહ્યો હોય તો ગુરુવારે હળદરનું દાન કરવું જોઈએ. તેનાથી ગુરુની અશુભ અસર દૂર થાય છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

– જો તમે તમારો બિઝનેસ વધારવા માંગતા હોય કે તેમાં ગ્રોથ ઇચ્છતા હોય તો બુધવારે રાત્રે કાળી હળદર અને કેસરને પાણીમાં મિક્સ કરીને રાખી દો. બીજા દિવસે આ પાણી દ્વારા તમારા તિજોરીમાં સ્વસ્તિક બનાવી દો. આ પ્રતિકની દરરોજ પૂજા કરવાથી બિઝનેસમાં ગ્રોથ થવા લાગે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles