‘હે ભગવતિ ! જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મારે એક વરદાન માંગવાની ઈચ્છા છે. મને જનમોજનમ તમારા ચરણોની સેવા મળે.’ મહાદેવજીએ સેવા માંગી
શ્રી મદ્ દેવી ભાગવતના તૃતિય સ્કંધમાં પાંચમાં અધ્યાયમાં મહાદેવજી અને બ્રહ્માજીએ જગદંબાની સ્તુતિ કરી છે. જેમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ સ્તુતિ એ મહાદેવજીની છે.
મહાદેવજી ભગવતીને કહે છે કે, ‘હે દેવી ! જો, હરિ તમારાથી ઉત્પન્ન થયા હોય, જો બ્રહ્માજી તમારાથી ઉત્પન્ન થયા હોય તો હું પણ તમો ગુણનો અધિષ્ઠાતા રુદ્ર તમારાથી જ ઉત્પન્ન થયો છું. તમારું વર્ણન હું કેવી રીતે કરી શકું!? તમે ભક્તોનું કલ્યાણ કરાવાવાળા છો.’ આ પ્રસંગથી મહાદેવજીએ એક વાત સ્પષ્ટ કરી છે કે, શ ક્ત તત્ત્વ છે એ નિત્ય તત્ત્વ છે. જીવનો જગત સાથેનો સંબંધ એ જુઠો છે પણ જગદંબા સાથેનો સંબંધ એ સત્ય છે.
એ પછી ભોળાનાથે ભગવતીના સ્વરૂપોનું વર્ણન કર્યું. સ્વરૂપનું વર્ણન કરતાં શીવજી કહે છે કે, ભુમિ એ તમારું સ્વરૂપ છે. જળ એ તમારું સ્વરૂપ છે, પવન એ તમારું સ્વરૂપ છે અને અ ગ્ન એ પણ તમારું જ સ્વરૂપ છે. જીવનમાં ત્રણ વસ્તુ મુખ્ય છે – જળ, વાયુ અને અ ગ્ન. જળ વિના આપણે જીવી શકવાના નથી. વાયુ વિના આપણા પ્રાણ ટકશે નહીં, અને અ ગ્નની પણ આવશ્યકતા પડશે કારણ કે એ જ અ ગ્નથી રસોઈ સિદ્ધ થાય છે. તો જે અન્ન-જળ આપવાવાળા જગદંબા છે એને આપણે કેવી રીતે ભુલી શકીએ!? માતાજી અન્નપૂર્ણા છે, માતાજી શાકંભરી છે, આ પ્રસંગને શિવાનંદ સ્વામીએ પણ પોતાની આરતીમાં વર્ણવતા કહ્યું છે કે, “તેરસે તુળજારૂપ, તમે તારૂણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ ગુણ તારા ગતાં.” તો મહાદેવજીએ પોતાના ગુણાનુવાદમાં અ ગ્નને પણ માતાજીનું સ્વરૂપ કહ્યું છે.
મન, બુદ્ધિ અને વાણી રૂપે જગદંબા જ બિરાજમાન છે. એ પછી મહાદેવજીએ માતાજી પાસે માંગ્યું કે, ‘હે ભગવતિ ! જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હોવ તો મારે એક વરદાન માંગવાની ઈચ્છા છે. મને જનમોજનમ તમારા ચરણોની સેવા મળે.’ મહાદેવજીએ સેવા માંગી. આપણે ભગવતીની સેવા કરતા હોઈએ કે ભગવાનની સેવા, પરંતુ સેવા કરતાં-કરતાં આપણા નેત્રોમાંથી અશ્રુ આવે તો જ એ સેવા સાર્થક છે.
મહાદેવજી કહે છે કે, ‘આ ભવસારગરમાંથી હે ભગવતી ! તમે અમને તારો. સ્તુતિ કરતાં મહાદેવજીએ માતાજી પાસે માંગ્યું કે ગઈ શ્રૃષ્ટિમાં તમે મને નવારણ મંત્ર આપ્યો હતો. પણ અત્યારે હું એ નવારણ મંત્ર વિસરી ગયો છું. માટે તમે મારા ગુરૂ બનો મને મંત્ર દિક્ષા આપો.’ બ્રહ્માજીનો પણ આજ ભાવ હતો. ત્રણેય દેવોનો ભાવ જોઈ મહાદેવજીન સ્તુતિ સાંભળી માતા જગબદંબા ત્રણેય દેવોના ગુરુ બન્યા. માતાજીએ પોતાના મુખારવિંદમાંથી નવારણ મંત્ર પ્રગટ કર્યો. “ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચૈ.” આ નવ અક્ષરનો મંત્ર છે જે ભગવતીએ દેવોને પ્રદાન કર્યો છે. આ મંત્રના અનુષ્ઠાનથી કુળદેવીની પ્રસન્નતા થાય છે. નવારણ મંત્રમાં જે ‘ઐમ’ છે તે સારસ્વત બીજ છે જેના અધિષ્ઠાત્રિ સરસ્વતી માતાજી છે. ‘હ્રીમ’ એ માયા બીજ છે જેના અધિષ્ઠાત્રી મહાલક્ષ્મી માતાજી છે. જેટલું મહત્ત્વ વેદોમાં ઓમકારનું છે તેટલું જ હ્રીમકારનું છે. ‘ક્લીંમ’ એ કામરાજ બીજ છે. જેના અધિષ્ઠાત્રિ મહાકાળી માતાજી છે. આ બીજ સર્વમનોકામનાને પૂર્ણ કરવાવાળું છે. ચામુંડા એનો અર્થ કર્યો છે બ્રહ્મવિદ્યા.
માતાજી પાસે માંગ્યું છે હે ભગવતી ! તમે અમને બ્રહ્મવિદ્યા આપો. સિદ્ધકુંજિકા સ્તોત્રમાં વર્ણવ્યું છે ‘ઐમકારી શ્રૃષ્ટિ રુપાયૈ, હ્રીમકારી પ્રતિપાલિતા, કલીંમ કારી કામરૂપીન્યૈ, બીજરૂપી નમોસ્તુતે.’ મહાદેવજીએ કરેલી સ્તુતિ એનો સાર એક જ છે કે, ભગવાન કે ભગવતી પાસે જ્યારે જ્યારે આપણે કંઈ માંગીએ તો ચરણ સેવા માંગીએ અને જનમોજનમ આપણે ભ ક્ત કરીએ અવું માંગીએ. મહાદેજીની માંગણી જોઈને માતાજી પ્રસન્ન થયાં અને માત્ર પ્રસન્ન થયાં તેટલું જ નહિ પણ ભગવતી ગુરૂ બન્યા. મહાદેવજીની સ્તુતિ એ પણ સમજાવે છે કે, કોઈપણ ગુરૂ શિષ્યને ત્યારે સ્વીકારે જ્યારે શિષ્યની અંદર યોગ્યતા હોય. શિષ્ય જ્યારે ગુરુની પાસે ભગવત પ્રાપ્તિ માટે જાય ત્યારે તેના બધાજ માર્ગો ખુલ્લા થઈ જાય. જેવી રીતે માતાજીએ મહાદેવજીને એમના ચરણોની સેવા આપી એવીજ રીતે માતા જગદંબા આપણને સૌને એમની સેવા પુજાના અધીકારી બનાવે એ જ અભ્યર્થના સાથે..અસ્ત
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)