એક વાર યમરાજ નરકની વિઝીટ કરવા નીકળ્યા.
તેમણે જોયું કે
એક ખૂણામાં ઘણી બધી મહિલાઓ અને પુરુષો
પરસ્પર મજાક-મસ્તી કરી રહ્યા હતા.
યમરાજે યમદૂતને બોલાવીને પૂછ્યું,
આ બધા કોણ છે,
જે નરકમાં આટલી મજા માણી રહ્યા છે?
યમદૂતે કહ્યું,
આ બધા સરકારી સ્કુલ શિક્ષકો છે,
જ્યાં જાય છે ત્યાં એડજસ્ટ કરી લે છે,
તેઓ કહે છે અહીં એકદમ સ્કુલ જેવો માહોલ છે.
😅😝😂😜🤣🤪
એક વિદેશી ભારતની મુલાકાતે આવ્યો.
તે ગાઈડ સાથે મોટા શહેરમાં ટૂર કરી રહ્યો હતો.
એક જગ્યાએ અચાનક તેણે જોયું કે રેલ્વે ફાટક બંધ હતો,
પણ એક ભાઈ ખભા પર સાયકલ લઈને રેલ્વે ફાટક ક્રોસ કરી રહ્યો હતો.
તેણે આશ્ચર્યથી ગાઈડને પૂછ્યું કે : પેલો ભાઈ શું કરી રહ્યો છે?
ગાઇડે હસીને જવાબ આપ્યો :
હકીકતમાં અમારા દેશમાં કેટલાક લોકો હંમેશા ખૂબ જ વ્યસ્ત રહે છે,
અને એ જ કારણ છે કે માણસ પાસે
તેની વ્યસ્તતાને કારણે ટ્રેન પસાર થવાની રાહ જોવા માટે સમય નથી હોતો.
તેથી તે ભાઈ પોતાનો કિંમતી સમય બચાવવા માટે ખભા પર
સાયકલ ઉપાડીને રેલ્વે ફાટક ક્રોસ કરે છે.
અંગ્રેજે મનમાં વિચાર્યું : અહીંના લોકો ખૂબ જ મહેનતુ છે,
તેઓ જીવના જોખમે પણ પોતાનો કિંમતી સમય બચાવવાનું જાણે છે.
થોડા સમય પછી, જ્યારે ટ્રેન પસાર થઈ,
ત્યારે અંગ્રેજે રેલવે ફાટક ઓળંગ્યો અને થોડે દુર જોયું તો
પેલો સાયકલ વાળો ભાઈ એક ડઝન જેટલા લોકો સાથે રસ્તાના કિનારે
જેસીબી મશીનથી થતું ખોદકામ જોવામાં મશગુલ હતો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)