fbpx
Friday, November 1, 2024

આવતીકાલે ગંગા દશેરા પર બની રહ્યા છે અનેક શુભ સંયોગ, જાણો કઈ વસ્તુઓનું દાન કરવું

આ વર્ષે ગંગા દશેરા આવતી કાલે એટલ કે 30 મે 2023ના રોજ છે. દર વર્ષે આ તહેવાર જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની દશમના દિવસે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે આ દિવસે માતા ગંગા પૃથ્વી પર અવતર્યા હતા.

ગંગા દશેરાના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી માણસને પાપોમાંથી મુક્તિ મળે છે.

આ સાથે ગંગા દશેરા પર માતા ગંગાની પૂજા કરવાથી તેમના વિશેષ આશીર્વાદ મળે છે. ગંગામાં નાહવું શક્ય ન હોય તો ઘરે પણ પાણીમાં ગંગાજળ ઉમેરી તેનાથી સ્નાન કરી શકો છો.

આ વખતે ગંગા દશેરા ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ વખતે ઘણા શુભ યોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં વ્યક્તિ આ દિવસે સ્નાન અને દાન કરવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ ગંગા દશેરાના શુભ સમય અને સ્નાન અને દાન માટેના શુભ સમય વિશે.

ગંગા દશેરા પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે
30મી મે એટલે કે ગંગા દશેરાના દિવસે રવિ અને સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ સિવાય આ દિવસે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રના સંક્રમણને કારણે આ દિવસે ધન યોગ બની રહ્યો છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતોના મતે, આ દિવસે, ગ્રહો અને નક્ષત્રોની વિશેષ સ્થિતિમાં, ગંગા દશેરાની પૂજા અને સ્નાન-દાન અનેક ગણું ફળ આપે છે.

એવું માનવામાં આવે છે કે ગંગા દશેરાના દિવસે જે પણ દાન કરવામાં આવે છે તેની સંખ્યા 10 હોવી જોઈએ. જેની સાથે પૂજા થાય છે તેની સંખ્યા પણ દસ હોવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુની અપાર કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે 10 બ્રાહ્મણોને પણ દક્ષિણા આપવી જોઈએ. ગંગા દશેરાના દિવસે પાણી, અન્ન, ફળ, વસ્ત્ર, પૂજા, શૃંગાર સામગ્રી, ઘી, મીઠું, ખાંડ અને સવર્ણનું દાન કરવું ખૂબ જ શુભ અને લાભકારી માનવામાં આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles