જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન રહેલું છે. માનવામાં આવે છે કે, જો તમારા ઘરમાં વસ્તુઓ વાસ્તુ નિયમો અનુસાર રાખવામાં આવે તો જીવનમાં અપાર ખુશીઓ આવે છે. ઘરમાં ફૂલ છોડ પણ વાસ્તુ અનુસાર મૂકવા જોઈએ.
માનવામાં આવે છે કે, ફૂલ છોડ યોગ્ય સ્થાન અને દિશા અનુસાર રાખવામાં આવે તો છોડ ધન આકર્ષિક કરવાની સાથે સાથે ભાગ્યોદયમાં પણ મદદરૂપ થાય છે.
અહીંયા અમે એવા જ પ્રકારના છોડની વાત કરી રહ્યા છીએ- મિની બામ્બૂ પ્લાન્ટ, જે ખૂબ જ વિશેષ છોડ છે. કહેવામાં આવે છે કે, આ છોડ ડેકોરેશનની સાથે સાથે ભાગ્યના દરવાજા પણ ખોલી શકે છે.
બામ્બૂ પ્લાન્ટ લકી હોય છે
આ છોડ યોગ્ય જગ્યાએ મુકવામાં આવે તો તે ગુડ લક ખેંચાઈ આવે છે. ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સકારાત્મકતા આવે છે. અનેક કારણોસર આ છોડ શુભ માનવામાં આવે છે. આ છોડના કારણે અનેક સમસ્યાનું નિવારણ આવે છે, આ કારણોસર ઘરમાં આ છોડ જરૂરથી લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર અથવા ઓફિસમાં જે જગ્યાએ બામ્બૂ પ્લાન્ટ રાખવામાં આવે ત્યાં સુખ અને સમૃદ્ધિ આવે છે તથા આરોગ્ય પર પણ સારી અસર થાય છે.
ઘરના મુખ્ય દરવાજા પર આ છોડ રાખી શકાય છે
ઘરમાં લકી બામ્બૂનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં ખૂબ જ ખુશીઓ આવે છે અને સકારાત્મક ઊર્જા ખેંચાઈને આવે છે. વાંસનો છોડ સકારાત્મક ઊર્જા અને સૌભાગ્ય આકર્ષિત કરે છે. જો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માંગો છો, તો ઘરના મુખ્ય દરવાજા પર લકી બામ્બૂનો છોડ લગાવવો જોઈએ.
કરિઅર માટે ખૂબ જ લાભકાર
કહેવામાં આવે છે કે, ઘરની ઉત્તર દિશામાં વાંસનો છોડ રાખવામાં આવે તો તમામ કામમાં પ્રગતિ થાય છે. બાળકોના સ્ટડી રૂમમાં આ છોડ રાખવામાં આવે તો તેમનું ભણવામાં મન લાગે છે. વાસ્તુ અનુસાર ઘરમાં દક્ષિણ પૂર્વ અથવા ઉત્તર દિશામાં વાંસનો ચોડ રાખવો જોઈએ. આ દિશામાં વાંસનો છોડ લગાવવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે, જેને ધનની દિશા માનવામાં આવે છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)